________________
636
શાંતસૌભાગ્યજી કૃતા
દુહાર
એક દીન સોમદત ઉચરે, “સાંભલ રાજકુમારી; બાલ ક્રીડા ઈહાં બહુ કરે, વિદ્યા નાવે લગાર. ઘર પુઠલ વાડી અછે, સજ કરો તુમે જાઈ; એકાંતે બેસીને, સર્વ છાત્રને પઠાઈ. આગણા માંગી ગુરુતની, સજ કરી તણીવાર;
વાડીમે બેસી કરી, આયુધ સીખો તુહે કુમાર.” ઢાલઃ ૮, થારો નગર ભલો- એ દેસી.
આયુધસાલા માંડી રાજંદા, સીખે કુમર તીહાં વલી જી; ધનુષકલા સીખી રાજંદા, એહવી કલા બહુતર લહી જી. દોર બાંધીને તેહ રાજંદા, બાણ મારે નીરદ્ધર રહે છે; એહવી કલા તસ હાથ રાજંદા, જીહાં જાઇ તાહાં જસ લહે જી. છત્રીસ આયુધ હાથ રાજંદા, ફરી-ફરી તે વલી ચાલવે જી; વલી ગીત-નૃત-તાન રાજંદા, છત્રીસ રાગ વલી આલવે જી. એવી કલા તસ હાથ રાજંદા, કુમર કલાઘર સમ થઓ જી; હવે સુણજો વલી વાત રાજંદા, કૌતુક એક ઈહાં થઓ જી. ઘણી અવસર વાડીમાં રાજંદા, સાગરસેઠણી ગોખ પડેજી; ગોખે બેહે બાલ રાજંદા, કુમારી નજરે કુમર ચઢે જી. રૂપ અનોપમાં દેખી રાજંદા, સુંદર સુરત દેખી કરી જી; ભર જોવનમે આવિ રાજંદા, દેખી કુમર નયણા ઠરી જી.
૧. પાછળ. ૨. ઉપર. ૩. છત્રીસ પ્રકારના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org