________________
630
શાંતસૌભાગ્યજી કૃતા
હાંરે તુ મુરખ છે વિદ્યા બલવંત હીન જો, દુખનું કારણ પુત્રજી! મે તો એ કહ્યું રે લો; હાં રે વેરે વલે તુમ પીતાનું વલી કેમ છો?, દુસમન રે ગાજે છાજે એ દુખ કિમ સહ્યું રે લો? હાં રે પરદેસે જાઓ ભણવાને કાજ કુમાર! જો, આલસ રે જીંડી અલગો વલગો પંડીતણે રે લો; હાં રે એ વાતે આપણને કાઈ લાજ જો, ઘણુ-ઘણ રે શું કહ્યું પુત્રજી! તુમણે રે લો. હાંરે સાંભલી વાતને અંતે કુમર નામ જો, સાચલી રે વાત તો માતાઈ કહી રે લો'; હાં રે ચટપટી લાગી કુમરને ભણવાને કાજ જો, “જાવું રે ભણવા વિદેશમાં સહી રે લો.” હાંરે માતા બોલે ‘સાંભલ પુત્રજી! વાત જો, નગરી રે ચંપાપુરમાંહે વસે રે લો; હાં રે સોમદત્ત વિપ્ર તુઝ પીતાનો મીત્ર જો, સુખ ઘણા રે વલી સાસ્ત્ર અભ્યસે રે લો. હાં રે અમે રહતાં તો તેમણે ગામમાં કેતા દિહ જો, તુમ પીતાને તે વિખે ઈમ કહ્યું રે લો; “હાં રે તુમ પુત્ર હોવે જો મીત્રજી! એક જો, તેણે રે મીત્રજી! અમે ભણાવશું રે લો.” હાં રે કોલ દીદ્ધો માંહોમાહે એમ જો, તે માટે પુત્ર! જોઉ તમે સહી રે લો; હાં રે તુમણે ભણાવસે સોમદત્ત નીરધાર છે, વાત તો એ તુમeઈ મે ની કહી રે લો”.
૧ કહું. ૨. રહ્યાં હતા. ૩. દિવસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org