________________
અગડદત્ત રાસ
દુહા
ધારણી ઇમ વિચારીને, જેષ્ટતણો જે પૂત્ર; પાલીઇ જો તેહણે, તો રાખે ઘર સુત્ર.
પુત્ર પ્રતે લેઇને, આવિ પીહરમાંહ; દીન-દીન વેલ જીમ વ્યાધતી, અગડદત્ત વાધે તાહ.
ઢાલઃ ૪, તમે પિબર પેરી જી દેશી.
પીહરમાંહે રહતા જી, બહુ દીવસ થયા; ઘરનું કામ કરતા જી, આઠ વરસ થયા.
અગડદત્ત કુમાર જી, આઠ વરસનો થઓ; ભણવાને તણીવાર જી, જેષ્ટજીને કહ્યો.
સુભ મુ[] સુભ વેલા જી, ભણવા મુર્હુત લીધું; સજન કીદ્ધા ભેલા જી, ભોજણીયાં કીઢું.
નેસાલે મુક્યાવ્યો જી, સજન હરખીત હૈયાં; અધ્યારુ-આગલ આવો જી, ઉચ્છવ બહુ હુયા.
ભણવા કાજે જાતો જી, કુમર દીન પ્રતે; પ્રદેશઇ સાંભલી વાતો જી, મનમાં ઇમ ચિંતે.
‘ભણસે એ કુમાર જી, મુઝ રરીપુ વાધસે; મામ વાધી નગર મઝાર જી, કીરતી ભાંજસે.’
ઇમ વિચારી મનમાંહિ જી, સુભટ તે તીહાં ગયો; પંડ્યા પાસે તાહે જી, મુખથી ઇમ કહ્યો.
૧. અધ્યાપક પાસે. ૨. શત્રુ.
Jain Education International
For Personal & Private Use Only
૧
૨
૧
૨
ო
૪
૫
૬
૭
627
www.jainelibrary.org