________________
626
શાંતસૌભાગ્યજી કૃતા
અવસર જોઈ કીદ્ધો પ્રહાર, મર્મ સ્થાણક દિદ્ધો તણિવાર જોદ્ધા; ધરણી પડ્યો સુરસેણ તણીવાર, તે પોહતો જમનાપુરિ દરબાર જોદ્ધા. ૮ મૃતક પામ્યો સુરસેણ તણીવાર, દેખી રાજા કરે વીચાર જોદ્ધા; સુરસેસનો ધન રાજાઈ લીદ્ધ, આધો આદ્ધ સુભટને દીદ્ધ જોદ્ધo. અભંગસેન તસ દીધુ નામ, લોકમાં સબલી વધારી મામ જોદ્ધા; સુરસે ઘરણી ધારણી જેહ, લોક મુખે સુણી વાત છે તે જોદ્ધા. ૧૦ કંતણું મૃત-કારજ કીદ્ધ, ધન સઘલું પરદેસીને દીદ્ધ જોદ્ધા; તે દુખ સાલું ચીત મઝાર, રૂદન કરે તે બેઠી નાર જોદ્ધા. ૧૧ “સુત ઉપાખે કુણ લેસે સંભાલ?, સુત પાખે જન્મારો આલ જોદ્ધા; સુત વીણી ધન "ગુયું વલી આજ, સુત વીણા કુણ રાખે લાજ જોદ્ધા . ૧૨ વિધિ મુઝતણો અવતાર, સુત પાખે એ સુણો સંસાર જોદ્ધા; સુતનો દુખ મા હોજો કોઈ,’ ઇમ ધારણી મુખ જંપે રોઈ જોદ્ધા. ૧૩ સુત વિના દુખ પડીઓ આજ, રોતા કાંઈ ના પામીએ રાજ જોદ્ધા; ત્રીજી ઢાલ મેં ભાખી જોઈ, શાંત કહે આગલ મ્યું હોઈ? જોદ્ધા . ૧૪
૧.આબરૂ. ૨.ખટકે છે. ૩.ની નો. ૪.ફોગટ. ૫.ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org