SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 625 દુહાઃ ૦ ૦ હાર-જીત પરઠ તીહા, રાજા સહીત સમુદાય; ‘જ જણ હારે તેહણા, લખમી ખાલસઈ થાય’. એવી હોડ પ્રઠી તીહાં, કરતા મોટો જંગ; સભા સહુ કો તમે સાંભલો, મન ધરિ ઉછરંગ. ઢાલઃ ૩, રાગ- બંગાલો. આયુધ સજીને થયા હંસીયાર, કરવા જુદ્ધ માંડો તીણી વાર જોદ્ધા બે લડે; હાકો-હાક કરીને તામ, સમરી જોગમાયા કેરું નામ જોદ્ધા.. હાક કરીને ઘાઓ વીર, મલજુદ્ધ કરે સાહસ ધીર જોદ્ધા; મુષ્ટી-પ્રહાર પડે અનેક, આથડીયા બે મલ વીવેક જોદ્ધા.. સુરસેણ કર ધરી તતકાલ, નયણે કીદ્ધા અતિ વકરાલ જોદ્ધા; વાગા ફડાકા કરે મુખ સોર, ધરણી ચોલવા લાગી જોર જોદ્ધા.. લાલ પછેડા દીલઈ લપેટ, તે બે થયા ભેટા ભેટ જોદ્ધા; બાથો બાથે પડીઆ તેલ, સાકર દુધ જીમ ભીલીઈ બેહ જોદ્ધા. અલગા ના કરિ સકે કોઈ, જોરાવર ના દિસે કોઈ જોદ્ધા; મલજુદ્ધ કરી રહા તણીવાર, માંડે જુદ્ધ હવે હથીઆર જોદ્ધા.. બાંધિ કરવાલને આગલ લીદ્ધ, હાકોટા વલી મુખથે કીદ્ધ જોદ્ધ; બાણનો વરસાવે મેહ અપાર, શું તુટ્યો હોઈ નવસર હાર જોદ્ધા.. એક એકને નાખે વલી ઘાવ, ખેલવે જોવો પડે દાવ જોદ્ધા; ઇમ કરતા જુદ્ધ પ્રહાર, સુરસેણ હારો તે તણીવાર જોદ્ધા.. જ ૨ ૧ ૧. જપ્ત થાય. ૨. નક્કી કરી. ૩. પાર્વતી, દુર્ગા. ૪. ડોલવા. પ. વીટી દીધો. ૬. ભળી ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy