________________
622
શાંતસૌભાગ્યજી કૃતા
સોહગસુંદરી દિપતી રે લોલ, અછર જીપે જેહ મન મોહ્યું રે; ચઉસઠ કલા સોભતી રે લાલ, પ્રીઉ ચીત ચાલે તેમ મન મોહ્યું રે. ૧૨ સાંભલજો. શીયલ-આભુષણ સોભતી રે લાલ, ધરતી પ્રીઉ ગુણ ચીત મન મોહ્યું રે; ધરમ લાહો લેયતી રે લાલ, દાન દેતી વાત મન મોહ્યું રે. ૧૩ સાંભલજો પ્રધ્યાન તેહણો સોભતો રે લાલ, સુરસેણ ઇણે નામ મન મોહ્યું રે; રાજાણું પણ હીત ઘણું રે લાલ, સારે ઉતમ કામ મન મોહ્યું રે. ૧૪ સાંભલજો લખમી કરીને પુરીઓ રે લાલ, બલવંત દીસે જોર મન મોહ્યું રે; બુધ ચાર પ્રકારણી રે લાલ, સરસતિ જાણે ઠોર મન મોહ્યું રે. ૧૫ સાંભલજો આગલ છે રસ વાતડી રે લાલ, “સાંભલો બાલ ગોપાલ મન મોહ્યું રે; પહિલી ઢાલ એ વર્ણવી રે લાલ, શાંત કહે ઉજમાલ” મન મોહ્યું રે. ૧૬ સાંભલજો.
૧. અપ્સરા. ૨. પ્રધાન. ૩. સ્થાન, ઠેકાણું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org