________________
અગડદત્ત રાસ
621
“સાંભળજો શ્રોતા! સહુ રે લાલ, ચિરીત્ર નારીના તેહ મન મોહ્યું રે; અગડદા પેખીઈ રે લાલ, સમઝો મનમાં એક મન મોહ્યું રે. ૨ સાંભલજો. કવણ સ્થાણક નીપણો રે લાલ?, કિમ લહો ભવણો પાર? મન મોહ્યું રે; ફેર થકા માંડીને કહુ રે લાલ, ગામ-ઠામ ઉદાર મન મોહ્યું રે. ૩ સાંભલજો. સકલ દેસમાં સોભતો રે લાલ, જાહાં ડાં જીણપ્રસાદ મન મોહ્યું રે; નેજા જીનમંદીર ચઢે રે લાલ, ગગણમ્યું માંડ્યો વાદ મન મોહ્યું રે. ૪ સાંભલજો. દુંદાલા સોભે ઘણા રે લાલ, વેપારિની જાત મન મોહ્યું રે; હાટ-શ્રેણિ દિપે ભલી રે લોલ, જીહાં રૂડા ધર્મી વીખ્યાત મન મોહ્યું રે. ૫ સાંભલજો. સવ્વસાલા મંડણી રે લાલ, દિસે ગઢ-મંદર-પોલ મન મોહ્યું રે; છયેલ-છબીલા વસે તીહાં રે લાલ, કરતા રંગ જ રોલ મન મોહ્યું રે. ૬ સાંભલજો સુખીયા લોક વર્સે તીહાં રે લાલ, દુખીઓ ના દીસે કોય મન મોહ્યું રે; સત્યવાદિ સહુકો વસે રે લાલ, અધિમી કાઢ્યા જોય મન મોહ્યું રે. ૭ સાંભલજો. વસંતપુર નામે ભલો રે લાલ, નગર અનુપમ સાક્ષાત મન મોહ્યું રે; રીદ્ધ-સમૃદ્ધ કરી પુરિઓ રે લાલ, ધનદત્ત મ સો અવદાત મન મોહ્યું રે. ૮ સાંભલજો. તે નગરનો રાજી રે લાલ, પ્રાકૃમેં માહા બલવંત મન મોહ્યું રે; સત્રુનેં વલી જીપવા રે લાલ, કેસરીની પરે ગાજત મન મોહ્યું રે. ૯ સાંભલજો. ભીમસેન નામે ભલો રે લાલ, રાજ કરે છે તાહી મન મોહ્યું રે; એક સહસ્ત્ર ઉતરી રે લાલ, લખમી લીલા જાહ મન મોહ્યું રે. ૧૦ સાંભલજો. પટ્ટરાણી દીપે ભલી રે લાલ, રુપતણો ભંડાર મન મોહ્યું રે; ગજ-ગજ ચાલે ચમકતી રે લાલ, નેફરનો ઠમકાર મન મોહ્યું રે. ૧૧ સાંભલજો.
૧. ચરિત્ર. ૨. ધ્વજ. ૩. ફાંદવાળા. ૪. દાનશાળા. ૫. શોભતી. ૬. આનંદ,મસ્તી. ૭. અંતઃપુરી=રાણીઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org