________________
અગડદત્ત રાસ
615
૪૪૯
૪૫૩
કપટે વિષ ભક્ષણ કરે વયરાગી રે, મરશું ન તજે સૂભાવ કુમર૦; રાતિ અમૃતવેલડી વાગી રે, વિરતી કાલ ઉપાવ કુમાર. ખિણ રાચે વિરચે ખિણે વયરાગી રે, ખિણ હસી રોવે પ્રાણ કુમર૦; હીયે અવર મૂખી આરસી વયરાગી રે, કરે અવર મની જાણી કુમર૦. ૪૫૦ ચંચલ વિજલની પરે વયરાગી રે, ખિણ-ખિણ ફેરઈ રંગ કુમર; માત-તાત-સૂત-પતિ હણે વયરાગી રે, ચૂલણી દીરા તુછ રંગ કુમર૦. ૪૫૧ અનરર્થે ઘણો .... વયરાગી રે, રંગપતંગ કઠોર કુમર; સુધઈ મારગી ઢહડે વયરાગી રે, ગગન ચઢે બલ ફોર કુમર૦. ૪પર ફૂલ માલ દેખી ડરે વયરાગી રે, ધરે ઉસીસે સાપ કુમર; જંત્ર-મંત્ર કરતી રહે વયરાગી રે, કલંક અવર દે આપ કુમર૦. ૪૫૩ કારણિ કલહ કલેસનો વયરાગી રે, વિષવેલિ નિરયવાસ કુમર૦; નિજ સ્વારથ દીસી હોવૈ વયરાગી રે, રસ વિણ તજે નિરાશ કુમર૦. ૪૫૪ નારી કાજ કંદલ ઘણા વયરાગી રે, કીચક રાવણ જોઈ કુમર૦;
ખમણિ કારણ કૃષ્ણજી વયરાગી રે, મુંજ રાજ જિમ હોઈ કુમર૦. ૪૫૫ સોવનગુલિકા કારણે વયરાગી રે, હુંઆ અનરથ ઘણા કુમર૦; નરકે જાતા દીપ એ વયરાગી રે, સદગતિ ભાંજે ટેકા કુમર૦. ઉંદર દેખિ ખલભલે વયરાગી રે, વસીહે કેસરી સીંહ કુમર; નિજ સાહસ પાવક જલે વયરાગી રે, કાજ-અકાજ અબીહ કુમર૦. ૪૫૭ તાપસ જોગી તપ ટલે વયરાગી રે, દેખી નારી દેહ કુમર૦; જિમઈ સરવન ભીલડી વયરાગી રે, દેખિ ચાલ્યો તપ નેહ કુમર૦. ૪૫૮ અગડદત્ત મની ચીંતવે વયરાગી રે, હું પણિ બુધઈ હીણ કુમર; મદનમંજરી કારણે વયરાગી રે, કુલ ભંડ્યો બુધ હિણ કુમર૦. ૪૫૯
૪૫૬
૧. દીર્ઘ રાજા. ૨. ઝઘડા. ૩. વસકરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org