________________
612
માન/મહિમાસિંહજી કૃત
તબ બોલી ભામીની રસરાતી, “હું મારું ભરતાર જી; તુઝ આગલી દેખતાં ઢાડું”, દીવો ઢાંક ગમાર જી. ૪૨૩ મુનિવર૦ ખિણિ ઈક તિહાં હિવ વિરચી નારી, રાચી દેખી ચોર છે; વયરણ હુઈ કુંમરને વાઘણ, નારીચરિત અઘોર જી. ૪૨૪ મુનિવર૦ દીવો ઢાંકિઉ કુમર પધાર્યો, પૂછે નારી કાજ જી; “કિસો ઉદ્યોત જુઓ મૂઝ પૂઠઇં?, કહિ સાચો તજિ લાજ જી”. ૪૨૫ મુનિવર૦ નારીચરીત ચતુર તવ બોલી, “પ્રીય! તુમ હાથે આગ જી; "ઝાલા પડછાંહિ તેઈ દેઉલી, તુમ પૂઠે જિણી લાજ જી.” ૪૨૬ મુનિવર૦ સાંજલિ ખડગ સૂપ્યો કુંમરે, નારી હાથ વિશ્વાસ જી; ફૂકે આગિ કુંમર સીસ નીચે, અંધારે ન પ્રકાસ જી. ૪૨૭ મુનિવર૦ કાઢિ ખડગ નારી હત્યારી, મૂકે કુમારને સીસ જી; ખડગ પડ્યો ચોર હણઉ અવઠાથે, તસ્ રાખે જગદીસ જી. ૪૨૮ મુનિવર૦ નારી ચરીત [દેખી] કરુણારસ, ઉઠિઉ ચોર તિવાર જી; અવહથ મારી નારી હાથે, ખડગ પડ્યો ભૂય ભાર જી. ૪૨૯ મુનિવર૦ પૂછે કુમર ખડગ નિજ દેખી, “કેમ પડ્યો? કહિ નાર! જી"; “ખડગ સબલ નીબલી હું સ્વામી!, તિણ પડ્યો નિરધાર છે”. ૪૩૦ મુનિવર૦ ખડગ ગ્રહિલ કુમારે નિજ હાથે, કવણ હણે સિરદાર જી; અગની તજી રાખ્યો અંધારો, જાગીઓ રાતિ કુમાર જી. ૪૩૧ મુનિવર૦ બંધવ પાંચે અનરથ દેખી, નારીચરીત અથાહ જી; માહોમાહિ મિલિ આલોચે, “તજીયે પાપ પ્રવાહ જી. ૪૩૨ મુનિવર૦ ઈણ કૂમરે નારીને કાજે, પહિલા દુખ સહિ લાખ જી; આપ કાય હોમતો રાખ્યો, વિદ્યાધર હમ સાખિ જી. ૪૩૩ મુનિવર.
૧. જ્વાલા. ૨. ડાબા હાથે. ૩. વિચારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org