________________
606
માન/મહિમાસિંહજી કૃતા
૩૭૨
૩૭૩
ચંદન સરવર નીર વૃક્ષફલ મેઘ વિચારીયે, કરત સૂર ઉદ્યોત એ સબ જગ ઉપગારી; કહિ માન લછિ સજન ઘરહિ આપ તુછ પરકજ્જ બહું, તિણી એક છોડિ સજન પુરષ અવર સમ કિજે ન કહું. ભાખે કુમાર તિવારઈ, “રજની અંધારી, પાસે દેવલ માઝી, ચાલો સુંદર નારી!;' દેવલ ગયો કુમાર, સુંદર તિહાં કરી રાખે, અગની કાજ ગયો કુમર, આપ નિજ નારીસૂ ભાખી. દૂરી થકી લેઈ આપ, જબ લગી કુમર આવે, દેવલમાહિ ઉદ્યોત, દેખિ મુખ વિલખાવે; આયો તબહિ કુમાર, વલિ તિહાં હુઓ અંધારો, આય પૂછઇ નિજ નારી, “કિસો ઉદ્યોત વિચારો?.” મદનમંજરી બોલ, બોલિ મધૂરી વાણી, પ્રીતમ! તુમ કરી આગિ, તસૂ ઝાલા ન પિછાણી'; કુમારે વાત માની સરલ, સહુ સમ આણે, પણિ સૂર-નર ઘર ઘાલે, નારી ચરીત ન જાણે. આણિ અગનિ તિવાર, આપે ફૂંકણ લાગો, ગોડા ભૂમિ લગાય, સિર નિચે કર આગે; મદનમંજરી હાથિ, ખડગ દીયો તિણી વેલા, ૧નગન ખડગ પડ્યો, ભૂમિ દિઠો કુમરે હેલા.
3७४
૩૭૫
૩૭૬
૧. નગ્નઃખુલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org