________________
46
કૃતિઓમાં સંબંધ
અગડદત્ત કથા વિષયક ૧૮ કૃતિઓમાંથી કઈ કૃતિ કોની સાથે સંલગ્ન છે? તે અહીં દર્શાવાયું છે. મુખ્યતાએ કથાઘટકોને આશ્રયીને સંબંધ શોધવા પ્રયત્ન કર્યો છે. છતાં, શબ્દ-સામ્ય પણ ગૌણ રહી શક્યુ નથી.
વસુદેવહિંડીથી શરૂ થતા પ્રથમ પ્રવાહમાં બીજી ત્રણ કૃતિઓનો સમાવેશ થાય છે. ૧) ઉત્તરાધ્યયનની શ્રી શાન્તિસૂરિજીની ટીકા ૨) સંવેગ રંગશાલા અને ૩) વાચક કુશલલાભ કૃત રાસ, વસુદેવહિંડી અને શ્રી શાન્તિસૂરિજીની ટીકામાં કથા સામ્યતાની સાથે અસાધારણ શબ્દ સામ્ય છે. પરંતુ, શ્રી શાન્તિસૂરીજીની ટીકા અને સંવેગરંગશાલામાં કથા ખૂબ ટૂંકાણમાં છે. વિષયાનુરૂપ કથાઘટક લઈને પાછળના કથાઘટક છોડી દીધા છે. સંવેગરંગશાલામાં શ્રી શાન્તિસૂરિજીની કથાનું જ પદ્ય રૂપાંતરણ છે.
વાચક કુશલલાભજીના રાસની શરૂઆતમાં જ ‘ઠ્ઠીન મદ્દીનાનનિયં'થી શરૂ થતી શીલોપદેશમાલાની ૮૬મી ગાથા મૂકેલી છે. શીલોપદેશમાલાનો સમાવેશ કથાના બીજા પ્રવાહમાં થાય છે, જ્યારે રાસના કથાઘટકો વસુદેવહિંડીમાથી પણ લીધેલા છે. કવિએ માત્ર વિશેષનામો બદલ્યા છે, જે અમે આગળ દર્શાવશું.
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેક્ષણ
કુશલલાભજીના અપવાદને બાદ કરતા શ્રી નેમિચંદ્રસૂરિજી પછી થયેલા બધા જ રચનાકારો નેમિચંદ્રસૂરિજીના પ્રવાહને અનુસર્યા છે. તે રચનાકારોએ પોતાની રૂચિ અનુસાર કથાઘટકમાં ક્યાંક ક્યાંક ફેરફાર કર્યો છે. તે આગળ જણાવાશે.
ગુણવિનયજી તો પ્રાકૃતનું સરળ અને સ-રસ ગુર્જર રૂપાંતરણ કરીને શબ્દશઃ નેમિચંદ્રસૂરિજીને જ અનુસર્યા છે. ઉદાહરણ તરીકે અહીં થોડો કથાંશ આપ્યો છે. જિજ્ઞાસુએ આનું સંપૂર્ણ તુલનાત્મક અધ્યયન કરવું.
अत्थि जए सुपसिद्धं, संखउरं पुरवरं गुणसमिद्धं । तम्मिय राया जणणियतोसओ सुंदरो नाम અરે પુરવર સંખપુર જગહિ પ્રસિદ્ધ, નયરગુણે કરી જેહ સમુદ્ધ.
अंतेउरस्स पढमा, सुलसाणामेण वरभज्जा સુલસા નામઈ રાણી જાણી, સહુઅ અંતેઉરમાંહિ વખાણી.
૧. જુઓ ‘વસુદેવહિંડી ભાષાંતર’ ની પ્રસ્તાવના. સંપા૰- ભોગીલાલ સાંડેસરા.
Jain Education International
For Personal & Private Use Only
||૧||
ઢા-૧/૧ (પૂર્વાર્ધ) ।।
મારવા
ઢા-૧/૨૧ (ઉત્તરાર્ધ)
www.jainelibrary.org