________________
પીઠબંધ - તુલનાત્મક સંપ્રેક્ષણ
3 તુલનાત્મક સંપ્રેક્ષણ,
અગડદત્તકથા વિષયક સંસ્કૃત-પ્રાકૃત ભાષાની પૂર્વે દશવિલ ૧૦ કુતિઓ તથા અહીં પ્રકાશિત થઈ રહેલા મધ્યકાલીન ગુર્જર ભાષાના ૮ રાસો, આમ કુલ ૧૮ કૃતિઓનું સંયુક્ત સંપ્રેક્ષણ અર્થાત્ કૃતિઓનો પરસ્પર તુલનાત્મક અભ્યાસ કરવાનો થોડો પ્રયત્ન કર્યો છે. તુલનાત્મક અધ્યયન એ આપણા માટે એક રસપ્રદ વિષય છે, જે અહીં પાંચ વિભાગમાં રજુ થઈ રહ્યો છે. ૧) મંગલાચરણ ૨) વિષયદર્શન ૩) કૃતિઓમાં સંબંધ ૪) કથા સર્વેક્ષણ અને ૫) નામનિરીક્ષણ.
[ભીમ (શ્રાવક, માન/મહિમા સિંહજી તથા શાન્તસૌભાગ્યજી કૃત રાસો અધ્યયન સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી પ્રાપ્ત થયા હોવાથી તે ત્રણ રાસોનો સમાવેશ આ અધ્યયનમાં થઈ શક્યો નથી. Sછૂઝ મંગલાચરણ
સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં “અગડદત ચરિત્ર કોઈ સ્વતંત્ર ગ્રંથ ન હોવાથી તેમાં મંગલાચરણ ન હોય, પરંતુ ગુર્જર ભાષાના રાસો સ્વતંત્ર કૃતિઓ હોવાથી તેમાં મંગલાચરણ દેવ-ગુર્આદિના નામસ્મરણ કે નમન-વંદનથી થાય છે.
શ્રી સુમતિમુનિએ અને શ્રી લલિતકીર્તિજીએ શ્રી આદિનાથ પ્રભુને, ગુણવિનયજી, શ્રી સુમતિનાથ પ્રભુને, કુશલલાભજીએ પાર્શ્વનાથ પ્રભુને અને શ્રીસુંદરજીએ ગોડી પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી પરમાત્માને વંદના કરીને ગ્રંથારંભ કર્યો છે.
કુશલલાભજીએ પોતાના ગુરૂદેવ ઉપાધ્યાય અભયધર્મજીનું, શ્રીસુંદરજીએ જિનદત્તસૂરિ - જિનકુશલસૂરિ - જિનચંદ્રસૂરિ - જિનસિંહસૂરિ - હર્ષવિમલજીનું અને ગુણવિનયજીએ જિનદત્તસૂરિજી, જિનકુશલસૂરિજી અને ઉપા. જયસોમજીનું સ્મરણ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. શ્રીસુંદરજીએ પરમ ગુરુ ગૌતમસ્વામીનું સ્મરણ કરીને મંગલ કર્યું છે. પરમ મંગલ સ્વરૂપ શ્રી ગૌતમ સ્વામીનું નામસ્મરણ બીજા કોઈ રચનાકારોએ કર્યું નથી.
સરસ્વતી દેવીનું જ્ઞાનદાત્રી તરીકે સ્મરણ કરવું એ સર્વસામાન્ય પ્રથા છે. છતાં સુમતિમુનિએ તેમના અલંકૃત દેહનું (છ ચોપાઈમાં) વિસ્તારથી વર્ણન કરવાપૂર્વક સ્તુતિ કરી છે. લલિતકીર્તિજીએ - કાલિદાસનઈ તઈ કીયો, મુરખથી કવિરાય” અને એવી જ રીતે સ્થાનસાગરજીએ – “કાલિદાસ કવિતા હુઉં, તે તુઝ શક્તિ પ્રમાણિ' આવું કહીને સરસ્વતી દેવીની સમર્થતા દર્શાવી છે.
કુશલલાભજીએ તો એક જ દૂહામાં દેવ-ગુરુ અને સરસ્વતી દેવીનું નામસ્મરણ કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org