________________
572
કવિત્તઃ
સૂક્ત વિણ જ કિજિયઈ હાનિ જસ હોય મૂલમહિ, સૂક્ત દાન મધિઈ આસ પૂંજઇ ન જાસ પહિ સોઈ; ગુરકત સેવિયેઈ પરમ તંત, નહિ જાણઈ, સૂક્ત કામ કિજિયઈ પંચ જસૂ ભલો ન માનઇ; ભણિ જોધ સ બોલ ન બોલિયઈ સજન સૂણ તન ઉન્નસઈ, કરવાલ સૂક્ત ધહિડ બિઈ જણ દોસ દુજણ હસે.
ઢાલઃ
સીકૃત ઘોડઇ ચઢીઓ કુમાર, જો ભાજેં લાજેં હથીઆર; આપો આપાસ બાહિ કરી, બોલાયો ગજ નિર્ભય કરી. મદઝરતો એરાવણ જેમ, કોપઈ સૂડ ઉલાલે તેમ; જાણે પર્વત ધાયો જાય, મઇંગલ કુમર મિલ્યા બેહ આય. તબઇ કુમર નિજ વસ્ત્ર ઉછાäિ, નાખઇ ગજ આગલિ તિણિ તાલ; ગજ જાણ્યો એ પુરસ મહંત, રીસઈ ધમ-ધમતો દેઈ દંત.
માન/મહિમાસિંહજી કૃત
કુમર તબઈં ગજ પૂઠŪ જાઇ, મારઇ પ્રબલ મર્મના ઘાય; જિમ-જિમ કુમર ફિરઇ ગજ પાસિ, તિમ-તિમ ધાવઇ રીસ નિવાસ. ખીજે ગજ તિમ મૂકે ઘાઉ, કુમર રમેં બાજિગર દાઉ; ઘૂમે મઇગલ કરી સારસી, મૂદ મૂકિ થાકો ધસમસ.
વિસ આણો જાણો ગજ બંધી, કુદિ ચડ્યો દિ મેંગલ-ખંધિ; એરાવણ જિમ બેસઈ ઇંદ, અગડદત્ત તિમ ધરŪ આણંદ.
તિણિ અવસરી નિજ મહોલ મઝારી, દેખે નૃપ અંતેઉર નારી; પૂછઇ તબ સેવકનઇ રાય, ‘કવણ જૂવાણ? શુભટ કહેવાય. અતિ સુંદર ગુણ-મંદિર દોઇહ, જાવઉ પનતિ કરઉ કુણ એહ?’; કુમર ભેદ નવિ જાણે કોય, એક પુરુષ તબ બોલે જોય.
૧. શીઘ્ર. ૨. રોષે ભરાય. ૩. મદ. ૪. મયગલ=મદગજ. ૫. તપાસ.
Jain Education International
For Personal & Private Use Only
૯૫
૯૬
૯૭
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
www.jainelibrary.org