________________
અગડદા રાસ
571
काव्यं
विद्या नाम नरस्य रुपमधिकं, प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी य ससरवू? करी विद्या गुरुणां गुरूः। विद्या बन्धुजनो विदेशगमने विद्या परं देवता, विद्या राजसपूजते न हि धनं, विद्या विहिन: पशुः।। १ ।।
દૂહા
૮૯
અગડદત્ત વિદ્યાનિલો, આપ હુઉં અસવાર;
નગર ફરતે સાંભલ્યો, કોલાહલ વિસ્તાર. ઢાલઃ પ, સરવણિયાનિ. [અથવા સરવર ખારો હે નીર-એ દેશી.]
કોલાહલ સંભલે કુમાર, જાણે સમુદ્ર કલોલ અપાર; અગનદાહ જિમ બધું જિણ બોલ, અથવા વેરી-કટક હલોલ. હાકો હાકિ કરઈ જિણ ઘણા, દેખઈ કુમર લોક પુરતણા; દિઠો ગજ છુઠો જમે કાલ, પગ-સાંકલી વિણ મઠ કરાલ. મદ મોકલ બંધન તોડતો, ઘાવે પુર-ઘર-તરુ મોડતો; સૂડાડંડ કરઈ જણ ઘાય, દેખિ કુમર તણિ દસિ ધાય. ધાયો ગજ દેખિ અસવાર, તવ પુર લોક કઈ તણિવાર; ‘રે! રે! સુભટ જૂવાન કુમાર!, ગજ મુખ છોડિ જાઈ ગમાર.” અગડદત્ત ચિંતે ઇણ ઠાઈ, ખત્રિ સંકટિ કિમ ટલિ જાઈ?; સૂર સુભટ વંછાં સંગ્રામ, જો મરીયે તો અવિચલ નામ.”
૧. ઘોડેસવાર થયો. ૨. સૈન્ય. ૩. મહાવત. ૪. વિકરાલ. ૫. ક્ષત્રીય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org