________________
560
માન/મહિમાસિંહજી કૃતા
વન-વાડિ-પરિમલ સૂવિશાલ, વાવિ-સરોવર-કૂપ રસાલ; જિનમંદિર શીવમંદિર ઓલિ, ઘરિ-ઘરિ તોરણ મંડિત પોલિ. દાનસાલા જિહાં દિને દાન, પંથિ-અતિથી લહેં બહુમાન; ભોગી ભમર ચતુર નર વંદ, ગુણ-ગ્રાહક બહુ-ધન આનંદ. તિહાં રાજા ગુણવંત સુજાણ, તેગ ત્યાગ નીરમલ સુવિહાણ; કાછ વાચ નિકલંક સૂધિર, સુંદર નામ મહા રણવિર. તસ ઘર-ઘરણી બહું ગુણભરી, સીલ-રૂપ રંભા અવતરી; રાણિ તુલસા નામઈ ભલી, પતિ-ભગતિ બિહુ ગુણ નિરમલિ. તાસ ઉદર માનસરોવર હંસ, અગડદત્ત ગુણ સૂuસંસ; અનુક્રમે જોવન પુહત્તો સોઈ, અન્યાઈ મદઅંધો હોઈ. ધર્મ રહિત કરુણા તજિ "પાસિ, વિનય રહિત ઝૂઠિ વાત પ્રકાસ; નીલજ નગરઈ ભમઈ નિસ્સક, પરઘર પરરમણી ગ્રહિ અંક. ઈચ્છાચારિ જૂવટઈ રમાઈ, મદ્ય-મંસ ભક્ષણ મનિ ગમઈ; નટ-વિટ-વેશ્યા સંગઈ સદા, સેવઈ સાત વસન સર્વદા. રાજપુત્ર જોવા મદ ભર્યો, રાત દિવસ મન નીર્ભય કર્યો; માત-તાત પણિ અવગુણઈ, તેહ કરઈ જે મન આપણઈ. પુરુષરત્ન અત ઉત્તમ લોઈ, એક ખોડિ તિણિમાહિ હોઈ; ચંદ કલંકિ સાગર ખાર, કેતકિ કંટા ‘દિવ વિકાર. પંડિત નિર્ધન કૃપણ નરેસ, અતિ સુંદર દોભાગિ-વેસ; હોઈ વિજોગ ઘણી જીહા પ્રિત, કામદેવ વિણ દેહ કુરીતિ. સજન-ઘરિ દારિદ્ર વિચારી, મૃગ લોચન દીધા કિરતાર; નાગર વેલિ નિફલ સંસાર, ચંદન ફલ વિણ ફૂલ સુધાર.
૧. શ્રેણી. ૨. પોળ=દ્વાર. ૩. શમસેરી તલવાર. ૪. કાયા. ૫. પક્ષ. ૬. પ્રકાશે - બોલે. ૭. ખોટ. ૮. દેવલોક. ૯. દુર્ભાગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org