________________
559
@ 10. માન/મહંમસિંહજી કૃત અગડદત્તરાસ - દુહા
જિનવર ચોવીસે નમી, સરસતી દેવ પસાય; અગડદર ષિ ગાઈ થઈ, પ્રણમિય સદ્ગુરુ પાય. શ્રી ઉત્તરાધ્યયનઈ એ કહ્યો, એ ચોથઈ અધિકાર; જે અધ્યયન અસંખીયો, નિદ્રા ભેદ વિચાર. દ્રવ્ય-ભાવ ભેદે કરી, જે જાગે નર-નારી; તે ઈણભવી-પરભવિ, સૂખી થાયઈ લવૂ-સંસારિ. તે સૂર-નર પૂજા લહે, જે જાગતો હોઈ; સૂતા સો વિગુતા સહી, વાત ન પૂછઈ કોય. બહુ નિદ્રા અવગુણ ઘણા, હોઈ પ્રમાદી જીવ; નીદ્રાવસી પૂરવ ભણી, મુનિ નિગોદ કરે રીવ. પહિલો દ્રવ્યત જાગીયો, ટલિઓ મરણ દુખખાણિ; ભાવ ધરી જાગ્યો પછે, ગ્રહિ સંજમ ગુણખાણિ. શ્રી શિવનિધાન વાચક ચરણ, પ્રણમિય વંછિત દાન;
તે સંબંધ સહસ કહૈ, કર જોડિ મુનિ માન. ચોપઈ
જંબુદ્વિપ સકલ ગુણખાણ, ભરત ખેત તસૂ મધ્ય વખાણિ; તિહાં વર સંખપૂર શ્રીકાર, ગઢ-મઢ-મંદિર-પોલિ ઉદાર.
૧. નિગોદમાં. ૨. પોકાર. ૩. દ્રવ્યથી. ૪. ક્ષેત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org