SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ એ કથા કિહાંથી કથી?, કિમ જાણ્યો સંબંધ?; કહે કવિ તે મે કિા સુણી?, કિમ કીધો પ્રબંધ?. ચોપાઈઃ નગર ભલું નડીયાદઈ ચંગ, ગઢ-મઢ-મંદિર અતિ ઉત્તુંગ; વસે વ્યવહારી માહાજન બહૂ, એક-એક પહે ચડતા સહૂ. તીરથ ઘણા છે એ પુરમાહિ, શાંતિનાથ નામે દુખ જાઈ; નગર શિરોમણિ પુરવર એહ, કહેતા કિમહી ન આવે છેહ. કહે કવિ તા સ્યું વખાણી એ?, મહિલા વારી મહિઅલિ જાણીઈ; ધર્મ નીમ પાલે આચાર, પીડ્યા નર પીહર સાધાર. દાન પુણ્ય તપ બહૂલા કરે, સાત વ્યસન સહૂકો પરહરે; તે ફોઈની મૂંગી આસ, જેણે નામ દીધૂ જિણદાસ. ઘણ-કણ-કંચણ તેહ ધરિ બહૂ, કહે કવિતા તે કેતા કહ્?; અધીક પુણ્ય કરે દિન-દિન, જસ ઘરે બેટા પુરુષ-રતન. જે ગુરુ કહે તે સાચ, સહિગુરુતણી ન લોપે વાચ; પુણ્ય કાજ સાધે એકલું, પાપકર્મથી રહે વેગલૂ. કોઈ રાજકુલ મંડણ હોય, જસ ગુણ પાર ન પામે કોય; જીવદયા નિતું પાલે ઘણી, વાચ ન લોપે શ્રીગુરુતણી. ન જૂવરાજ જગમાહિ ચંદ્ર, કરિ અવની અવતરીઉ ઈંદ્ર; ધર્મ કરે જલિ જયણા સાર, ઘરિ મંડાવે શત્રૂકાર. જાવડ જગમાહિ સુપ્રસિદ્ધ, જેણે પુણ્ય અતિ બહુલા કીદ્ધ; સુખે સમાધિ વિલસે ઘણુ, પુણ્યતણુ ફલ લે અતિ ઘણું. રુપવંત રુપા સા જેહ, અવિન અનંગ અવતરીઓ તેહ; તાસ સાથે સોહે હરચંદ, પુણ્ય કાજે જેહને આણંદ. ૧. થી. ૨. દાનશાળા. Jain Education International For Personal & Private Use Only ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ 66 ૭૮ ૭૯ ८० ૮૧ 557 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy