________________
અગડદત્ત રાસા
555
તે પૂઠે ધ્યા ત્રિણિ એહ, “જિહાં જાઈ તિહાં મારુ તેહ'; આણે નગરે તે નર આવીઓ, એણે રાજકુમર જાણીઓ. છોછું કિહાં ન પામે વાહિ, એ આવી રહે દેહરામાંહિ; રાજકુમર વનમાહિ ફિરે, કામિણી સરસું ક્રીડા કરે. સાંઝ સમે તિહાં સૂતો રાય, એ ત્રાણિ ગયા તેણે થાય રાજાને મન એ અતિ વસી, તે સુંદરી શરિ સાપે ડસી. તે તવ સદન કરે ભૂપાલ, હીયા સરસી ચાંપી બાલ; મેલ્યા કાષ્ટ કરવા દેહ-અંત, વિદ્યાધર એક કહિઉ વૃતંત. તે નવિ માનિઉ રાજકુમાર, તેણે તે જીવાડી નારિ; એ ત્રિણે તવ ચિંતે ઈસ્યું, “હવે આપણે એને મારણ્યું. આગલ થા દેહરામાણિ ગયા, ત્રિણે મન રલીઆયત થયા; તવ બિન્દુ જણ આવ્યા તિહાં, વૈશ્નવાનર લેવા ગિઓ જિહાં. અબલા કરે આપિલ કરવાલ, તો દેહરામાણિ ચાલી બાલ; ત્રણ દીઠા મન મોગ, કહે કામિનિ “કરો મુઝસ્યુ ભોગ”. એણે કહ્યુ “તારો ભર્તાર, મારે તો મારૅ વિભચાર”; તવ વસદે લેઈ આવિઓ રાય, પરગટ કરવા હેઠો થાય. મૂક્યું ખડગ મનસું આદરી, આણે આડી લાકડી ધરી; કુમર કહે “રે! એ ચૂ? બાલી,” “પૂજિઓ હાથ પડિલ કરવાલ.” ૫૯ તે મૂરખ મન માન્યૂ સહી, નારિતણુ નિશ્ચય સંગ્રહી; દેહરામાણિ દીવો ર્યો, વલી ભોગ નવો આદર્યો.
૧. અસહાય, એકલા. ૨. થઈને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org