________________
42
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય હોવાની સાથે બૃહદ્ અંશે શબ્દસામ્ય પણ છે. કેટલાક ઉહાહરણો - વા. કુશલ - સહસ એક ભજઈ એકલો,
ભારથ સેનાની અતિ ભલો. શાંત -
સહસ્ત્ર સુભટ ભજે એકલો,
ભરથરોણા તસ નામ. વા. કુશલ - અભંગસેન તસ દિઘઉં નામ,
લોકમાહિ સબલી વધારી મામ. શાંત– અભંગસેન તસ દીધુ નામ,
લોકમાં સબલી વધારી નામ. વા. કુશલ - સુરસેન ઘરણી ધારણી, લોકો મુખઈ વાત ઈમ સુણી;
કંતતણો મૃત-કાર્ય કીલ, ધન સઘલુ પરદેસીનઈ દિ. શાંત - સુરણ ધરણી-ધારણી જેહ, લોક મુખે સુણી વાત જે તેહ,
કતણું મૃત-કારજ કીદ્ધ, ધન સઘલું પરદેસીને દીદ્ધ. વા. કુશલ - તારા પિતા તણો તે મિત્ર,
સોમદત્ત બંભણ તિહાં વસઈ, સુખિ ઘણાં શાસ્ત્ર અભ્યસઈ. શાંત - સોમદત્ત વિપ્ર તુઝ પીતાનો મીત્ર જો,
સુખ ઘણા રે વસા લીસ્ત્ર અભ્યસે રે લો. વગેરે...
આવી રીતે જીજ્ઞાસુએ બન્ને રાસનું તુલનાત્મક અધ્યયન કરવા જેવું છે. જ તુલનાની દ્રષ્ટિએ જોઈએ તો શાંત સૌભાગ્યજી, કુશલલાભજીને અનુસર્યા જ છે. પરંતુ, સાથે દરેક પ્રસંગનો થોડો-થોડો વિસ્તાર કર્યો છે. પ્રસંગ વિસ્તારનું સૌ પ્રથમ જ દ્રષ્ટાંત જોઈએ તો – કોઈ પરદેશી વસંતપુરમાં આવે છે. તે સૂરસેન સાથે યુદ્ધ કરવા રાજાને વિનંતિ કરે છે. રાજાની અનુમતિથી યુદ્ધ થાય છે. આ પ્રસંગ કુશલલાભજી એ ૬ કડીમાં રજુ કર્યો છે. જેને શાંત સૌભાગ્યજીએ ૨૧ કડી સુધી વિસ્તાર્યો છે. જ આ રીતે પ્રસંગ/વર્ણન વિસ્તાર ઉપરાંત શાંતસૌભાગ્યજીએ રાસના અંતે સ્ત્રી-ચરિત્રની કુટિલતા દર્શાવતા વિદ્યાધરના મુખમાં ભુવનપાલ રાજા અને ત્રિકમ પ્રધાનની કથા મુકી છે. (જૂઓ ખંડ-૨, ઢા. ૧૭/૧૦ થી ઢા. ૨૧/૧૦)
પ્રસ્તુત રાસમાં કથા-વર્ણનને જ પ્રાધાન્ય અપાયું હોવાથી અલંકારાદિ ગૌણ રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org