________________
શ્રી અગડદત્ત રાસમાલા
પુત્ર કપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. ‘કર કંકણ કેહિ આરસી?’
હાથ કંકણ ને આરસીની જરૂર ન હોય.
૧૨૧
રાસની સામાન્ય ભાષા તો મધ્યકાલીન ગુજરાતી જ છે. પરંતુ રાસમાં કવિશ્રી એ પ્રયોજેલા ‘કવિત્ત’ (કડી નં - ૨૦, ૫૨, ૯૫, ૧૦૭, ૧૫૨, ૧૭૩, ૨૦૬, ૨૭૫, ૩૭૨) તથા કેટલાક દૂહાઓમાં તે સમયની રાજસ્થાની ભાષા છે. જો કે આ સિવાય રાસમાં પણ ઘણાં સ્થળે રાજસ્થાની ભાષાના શબ્દો જોવા મળે છે.
આમ આ કૃતિ સંવાદાત્મક કથાવર્ણન, કાવ્ય, ભાષા વગેરે દ્રષ્ટિએ આસ્વાદ્ય કૃતિ બની રહે છે.
Jain Education International
41
૧૧) શાંતસૌભાગ્યજી કૃત અગઽદત્ત રાસ
અકબર પ્રતિબોધક તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરીશ્વરજી (સં. ૧૫૮૩ થી ૧૬૫૨) > વિજયસેનસૂરિજી (સં. ૧૬૦૪ થી ૧૬૭૧) > સાગરગચ્છ સંસ્થાપક રાજસાગરસૂરિજી (સં. ૧૬૩૭ થી ૧૭૨૧) > વૃદ્ધિસાગરસૂરિજી (સં. ૧૬૪૦-૧૭૪૭) > લક્ષ્મીસાગરસૂરિજી (સં. ૧૭૨૮ થી ૧૭૮૮) > કલ્યાણસાગરસૂરિજી (સં. ૧૭૪૩ થી ૧૮૧૧) > ઉપાધ્યાય સત્યસૌભાગ્યજી > ઉપાધ્યાય ઈંદ્રસૌભાગ્યજી > વીરસૌભાગ્યજી > પ્રેમસૌભાગ્યજીના શિષ્ય શાંતસૌભાગ્યજીએ ખંડ-૨, ઢાલ-૪૫, કુલ કડી-૮૪૨ પ્રમાણ આ રાસની રચના સં ૧૭૮૭ નાગપંચમીના દિવસે પાટણમાં રહીને કરી છે.
કવિશ્રીના જીવનની અન્ય માહિતી કે તેમની આ રાસ સિવાયની અન્ય કોઈ રચનાઓ પ્રાપ્ત નથી. ‘પ્રસ્તુત રાસની રચના ‘નંદીસૂત્ર’ ને આધારે થઈ છે’. એવું કવિશ્રી રાસાન્તે જણાવે છે.
પાટણમાહે એ ગુણ ગાયા, જીત નીસાણ વજાયા હે;
નંદિસૂત્રમાં એ તુમો જાણો, તીહાંથી એ મે આણો છે. ૨/૨૬/૧૨
અહીં અગડદત્ત કથા ‘સ્ત્રી ચરિત્રની કુટિલતા’ ના વિષયમાં આલેખાયેલી છે.
પ્રસ્તુત રાસ અને વાચક કુશલલાભજી કૃત રાસ (સં. ૧૬૨૫) માં સંપૂર્ણ કથા-ઘટકો સમાન
For Personal & Private Use Only
www.jainelibrary.org