________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
૩૪૬
જ કવિશ્રીએ સ્ત્રીના રૂપવર્ણન સ્થાનો છોડી દઈને રાસાત્તે વિસ્તારથી સ્ત્રીચરિત્રની કુટિલતાનું વર્ણન કર્યું છે. જેના દ્વારા શૃંગારરસને બદલે વૈરાગ્ય મૂલક શાન્તરસ પુષ્ટ થયો છે. (જૂઓ રાસની કડી ૪૩૩ થી ૪૪૬.) - વસંતઋતુના આગમન સમયે ઉદ્યાનના વર્ણનમાં વૃક્ષોની લાંબી નામમાલા મૂકી છે.
સેબલ વેતસ ખેર પન્નસ-પલાસ વિરાજે, જામણિ-ઉંબર-પીલું તબ નારંગ સૂછાજે; રક્તમાલ કણવિર કુંટવૃક્ષ નમાલા, ચંદન-બદરી-અશોક-નાલેરી તરૂડાલા.
૩૪૫ સોપારી-સાલુર-દ્રાખ-કરીર વિકાસા, નાગપુનાગ–પ્રિયંગુ-પાડલ સોહે માસા; કુંર મૂક તિલક અમોલ નાગરવેલ સૂરંગી, શ્રીતમાલિ કિકેલી ચંપક મરૂક અનંગી. સપ્તવર્ણા મચકુંદ કુસુમ કેતકી જૂહી, રામ ચંપા રાયવેલી જાય માલતિ મૂર્ણિ; સંવંત્રી દેવ દારૂ ચારોલિ મલયાગરી, સરલ આંબલિ મલી ચંબેલ સૂખ આગર. રાયસણી ગિરકીર્ણ સિંદુવાર મંદાર, આઉલિ ટીંબર નીલ આકુલ તરૂ કયનાર; વંસ બકાયણ રૂખ મહંયા નેફર વાસા, લીસોડા સકલાર રોહિડા સૂપ્રકાસા.
૩૪૮ કવિશ્રીએ કરેલ વસંતોત્સવન ક્રીડાનું વર્ણન વર્તમાનની ધુળેટીની યાદ અપાવે. “ભૂપતિ લેઈ ગુલાલ કુમર સહિત મલિ ખેલે, કેસરી સૂરભી ગુલાલ ચુઆ ચંદન ભૂલે; કુંસમ અબિર કપૂર મૃગમદ વાસ કુમકુમા, છોટે માહોમાહિ ભરી પિચકા સમસમા”.
૩૫૧ જ રાસમાં બે કહેવતો પણ પ્રયોજાઈ છે. માત-તાત વિૐ નહી, જો કપૂત સૂત હોઈ
४८
૩૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org