________________
શ્રી અગડદત્ત રાસમાલા
39
સોઈ સોનો કીજઈ કિસો?, જિણિનઈ તૂટઈ કાન લલના; ખિર-ખાંડ કિણિ કામનો?, કુંટઈ પેટ નિદાન લલના. વલ્લભ સોનાની છૂરી, પેટ ન મારઈ કોય લલના; પૂત કયોત ન રાખિપુ, જિણ કુલ-અપજસ હોય લલના
જો પુત્ર કુલનો અપસ કરનારો કપુત્ર હોય તો તેને રખાય નહી. સુંદર મહારાજાની આ માન્યતાને સબળ બનાવવા કવિશ્રીએ દ્રષ્ટાંત આપ્યા છે. જેનાથી કાન તૂટે તે સુવર્ણ (ના કુંડલ) શા કામના? જેને કારણે પેટ ફૂટે તે ખીર-ખાંડ શા કામના? પ્રિય લાગતી સોનાની છરી કોઈ પોતાના પેટમાં મારતું નથી જ. જ ‘તુમ વિણ પ્રિતમ! મઈ સહિજી, નયણ ગમાયા રોઈ; મુઝ હાથે છાલા પડ્યાજી, ચિર નિચોઈ નિચોઈ',
૨૨૫ મદનમંજરીએ અગડદત્તના વિરહમાં રોઈ રોઈને નયનો ખોયા છે. અને અશ્રુજલ લૂછેલા વસ્ત્રો નીચોવી નીચોવીને તેના હાથમાં છાલા પડી ગયા છે. અહીં અતિશયોક્તિના પ્રયોજનથી વિરહ તીવ્રતર દર્શાવ્યો છે. જ “સિંહગુફા સેવ્યા લહે, ભલ મોતિ ગજદંત; કુકર ઘર સેવા થકી, ચલકે ચમહ લહંત
૨૧૭ જ સિંહની ગુફાએ જઈએ તો (હાથીના ગંડસ્થલમાંથી ઝરેલા) મોતીઓ અને હાથીદાંત મળે.
જ્યારે કુતરાના ઘરમાં ચામડુ જ મળે. અહીં અન્યોક્તિ દ્વારા ઉત્તમ અને અધમ પુરૂષોના સંગથી થતા લાભ અને ગેરલાભ વર્ણવાયા છે. જ “કરણિ દેખ કપાસકી, જેસી તનકિ ધાર; દુખ સહે સીર આપણે, ઢાકે પરહ સરીરી'.
૩૬૩ અહીં કપાસની કરણિ (=ઠાલા) ના બહાને સજ્જનોની ગુણ-સ્તુતિ થઈ છે. તેઓ પોતે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે છે. જ “બપયો ત જલ પીયઈ, જંઘણઉ નવિ દેઈ; માણ વિહૂણો ધરણિ-તલિ, મરઈ ન ચૂંચ ભરેઈ”.
૫૧ બપૈયો મૃત્યુ સ્વીકારી લે છે. પરંતુ મેઘ સિવાય અન્ય કોઈનું પાણી પીતો નથી. અહીં બપૈયા સાથે સ્વાભિમાની પુરૂષો સરખાવાયા છે. તેઓ પણ મૃત્યુ સ્વીકારી લે છે. પરંતુ પોતાનુ સ્વાભિમાન છોડતા નથી. આમ અહીં વિરચિત અન્યોકિત મનોહર લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org