________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
૧૮૮
૧૮૯
જ વિષધર ચાલેં નિર્ચે સીસ, વિછુ ઉચે પુઠે રીસ; ઠાલો નેવર વાજે ન્યાય, ઉત્તમ નિજ ગુણ કહણ ન જાઈ.
૧૧૮ ‘ઉત્તમપુરૂષો પોતાના ગુણ ગાતા ફરતા નથી', એ સામાન્ય કથન વિશેષથી પુષ્ટ કરાયું છે – વિષધર (=સર્પ) (અઢળક વિષ હોવા છતાં) ઉંચો થઈને ફરે છે. ઝુંઝર પણ ખાલી હોય તો વધુ વાગે છે. જ ધૂતા હોઈ સલખણા, અસતિ હોઈ સલજ;
ખારા પાણિ સિઅલા, બહુ ફલા અકજ.
ચોરની બહેન વીરમતી મીઠું-મીઠું બોલે છે ત્યારે અગડદત્તના વિચારોમાં દ્રષ્ટાંત અલંકારના દર્શન થાય છે. ધૂર્તલોકો લક્ષણયુક્ત, અસતિ લજ્જાળુ, ખારા પાણી શીતલ અને અકાર્યો બહુ ફળવાળા હોય છે.
‘મિઠા બોલા માણસા, કેમ પતિજણ જાઈ?; નિલકંઠ મધુરો લવે, સરસ ભોયંગમ ખાઈ.
મીઠાબોલા માણસો પર એકદમ વિશ્વાસ ન મુકાય, મોર મધુર ગાવા છતા સર્પ જેવા સર્પને પણ ખાઈ જાય છે. અહીં સામાન્યને વિશેષ પુષ્ટ કરવાની સાથે વીરમતીની કુરતા દર્શાવાઈ છે. જ “માતા-પિતા અતિ જો પઈ, તો પણ અમૃત-બીંદ; ઉને પાણિ ઘર કિમ જલે?, અવિહડ નેહસું ફંદ'.
૨૩૭ માતા-પિતા એ તો પાણી છે. પાણી ગમે તેટલુ ગરમ થાય છતાં તેનાથી ઘર ઓછુ બળે? માવતરનો ક્રોધ પણ અમૃતનું બિંદુ છે... સુંદરરાજા અને સુલસારાણીએ અગડદત્તને બોલાવવા દૂતો મોકલ્યા એ પ્રસંગે માતા-પિતાના પૂર્વનાં ક્રોધને દ્રષ્ટાંત આપવા દ્વારા પ્રસંગની રસિકતા ખૂબ સુંદર આલેખાઈ છે. જ “સેવા તરૂ સહકારનિ, કુસમ છાંત ફલ હોઈ રે;
જે અબલ તરુ સેવિયઈ, ત્રિéમાટે એક ન હોય રે. ઉત્તમ સંગતિ સૂખ લહે, ગુણ સંપતિ અભિરામ રે; પારસ સંગતિ લોહ, જિમ પાવૈ કંચન નામ રે.”
૨૧૨ ઉત્તમ પુરુષોની સંગતિથી સુખ-પ્રાપ્તિ અને ગુણ-પ્રાપ્તિ થાય છે. સહકાર (=આમ્રવૃક્ષ) ની સંગતિથી છાંયડો, પુષ્પ અને ફળ મળે છે. જે અબલ (=વન નામની વનસ્પતિ) પાસે મળતા નથી. અને પારસમણિના સંગે લોઢુ પણ સુવર્ણ બની જાય છે. અહીં પણ દ્રષ્ટાંત અલંકારનું સુંદર નિરૂપણ જોવા મળે છે.
૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org