SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અગડદત્ત રાસમાલા ‘ઉઠિઓ કુમર ખડગ ગ્રહી, કેહરી જિમ ગજ દેખિ રે; સહસ સારિખો એકલો, ઝુઝે પ્રબલ વિસેષિ રે’. ‘વિસ આણો જાણો ગજ બંધી, કુદિ ચડ્યો તદિ મંગલ-ખંધિ; એરાવણ જિમ બૈસઈ ઈંદ, અગડદત્ત તિમ ધરઈં આણંદ’. અગડદત્ત અને દૂર્યોધન ચોરના યુદ્ધ સમુહે સિંહ અને હાથીની ઉપમા આપવા દ્વારા અગડદત્તનો વિજય નિશ્ચિત કરી આપ્યો છે. ‘એક ઘાવ ઢાહિઉ તવઈ, દુર્જોધન સંન્યાસી રે; વજ્ર-ઘાર્યે પરબત જિમ, ૬ ચોર અવનાસિ રે’. ‘પુરૂષરત્ન અત ઉત્તમ લોઈ, એક ખોડિ તિણિમાહિ હોઈ; ચંદ કલંકિ સાગર ખાર, કેતકિ કંટા દિવ વિકાર. ૩૦૬ અનુક્રમે-મત્તહાથીને વશ કરી તેના પર આરૂઢ થઈ ગયેલા અગડદત્તને ઐરાવણ પર આરૂઢતા ઈંદ્ર સાથે, દૂર્યોધન ચોર પર અગડદત્તે કરેલા પ્રહારને પર્વત પરના વજ્રઘાત સાથે સરખાવ્યો છે. ‘કોલાહલ સંભલે કુમાર, જાણે સમુદ્ર કલોલ અપાર’. પંડિત નિર્ધન કૃપણ નરેસ, અતિ સુંદર દોભાગિ વેસ; હોઈ વિજોગ ઘણી જીહા પ્રિત, કામદેવ વિષ્ણુ દેહ કુરીતિ. ૩૦૫ સજન-ઘરિ દારિદ્ર વિચારી, મૃગ લોચન દીધા કિરતાર; નાગર વેલિ નિફલ સંસાર, ચંદન ફલ વિણ ફૂલ સુધાર’. નગરજનોનો કોલાહલ એટલે જાણે સમુદ્રના મોજાઓનો ખળખળાટ!... જાણે પર્વત ધાયો જાય, મઈંગલ કુમર મિલ્યા બેઠુ આય’. મદોન્મત્ત હાથી દોડે છે જાણે પર્વત દોડતો હોય!... ઉપરોક્ત બન્ને ઉત્પ્રેક્ષા નગરજનોનો ભય અને હાથીની વિકરાળતા વધુ તીવ્ર દર્શાવે છે. ૧૦૧ Jain Education International For Personal & Private Use Only ૯૦ 37 62 ૧૭ ૧૮ ૧૯ ‘ઉત્તમ પુરૂષોમાં પણ ખામી હોય છે’. એ ઉક્તિને સબળ બનાવવા અનેક દ્રષ્ટાન્તો અહીં આપ્યા છે. ચંદ્રમાં પણ કલંક, સાગરમાં પણ ખારાશ, કેતકીમાં પણ કાંટા અને દેવલોકમાં પણ વિકાર હોય છે. પંડિત નિર્ધન અને રાજા કૃપણ હોય છે. રૂપવાન પુરૂષને પણ દુર્ભાગ્ય પ્રાપ્ત થાય છે. પ્રીતિ જ્યાં ગાઢ હોય ત્યાં વિયોગ હોય છે. કામદેવ જેવો કામદેવ પણ અનંગ (=દેહ વિનાનો) છે. સજ્જનના ઘરમાં દરિદ્રતા હોય છે. વિધાતાએ પણ (નારીને બદલે) મૃગને (સુંદર) લોચન આપ્યા છે. તો નાગરવેલ અને ચંદનવૃક્ષ બન્ને ફળ વિનાના હોય છે. www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy