________________
36
પીઠબંધ- પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
પ્રસ્તુત રાસ ઉત્તરાધ્યયન પરથી રચાયો છે. તેનો ઉલ્લેખ કવિશ્રીએ કર્યો છે. “શ્રી ઉત્તરાધ્યયનઈ એ કહ્યો, એ ચોથઈ અધિકાર; જે અધ્યયન અસંખીયો, નિદ્રાભેદ વિચાર”.
પરંતુ, તેની કઈ ટીકા પરથી રચના થઈ છે? તેનો ઉલ્લેખ કર્યો નથી. રાસમાના કથા-ઘટકો તથા પ્રયોજાયેલા સુભાષિતો વગેરે પરથી એવું નક્કિ થાય કે શ્રી નેમિચંદ્રસૂરિજીની ટીકાને સામે રાખીને રાસ રચના થઈ છે. આ સંવાદાત્મક ભાષામાં રચાયેલ આ રાસમાં કોઈ નવા કથા ઘટકો ઉમેર્યા વિના ખૂબ સુંદર રીતે કથા ઘટના થઈ છે. જ કવિશ્રીએ રાસ-દેહને ઉપમા, ઉન્મેલા, રૂપક, નિદર્શના, અન્યોક્તિ, અતિશયોક્તિ વગેરે કાવ્યાલંકારોથી નખશિખ વિભૂષિત કર્યો છે. આ “જિમ મયંગલ મદ ઝરતો, મદ મોકલ અતાર;
વિષ્ણુ અંકુશ ઈચ્છાચારી, તિમ એક કુમાર’.
યૌવનવયમાં વૈભવાદિથી છકી ગયેલા અગડદા રાજકુમારને અહી મદોન્મત હાથી સાથે સરખાવાયો છે. સર “રાજા કોપઈ ધમધમ્યો, જિમ વૃત અગન મઝરી;
સૂતો સાપ જગાવિયો, તિમ સોચઈ ન વિચાર'.
અગ્નિમાં ઘી હોમાય કે સુતો સાપ જાગે એ રીતે સુંદરરાજા ક્રોધે ધમધમ્યા. જ “જિમ જલ સિમ લાડો, નવિ જલ બોલે તાસ લલના;
તિમ મુઝ તિમ સુત તું અવગુણી, ક્રિમ મારુ નિજ પાસિ?' લલના. ૪૪
સુંદરરાજા અગડદત્તને કહે છે – “લાકડુ જલથી સિંચાયેલુ હોવા છતા જલ તેને ડુબાડતુ નથી – પોતાની અંદર રાખતુ નથી, તેમ હું તને અહીં રાખવા ઈચ્છતો નથી'. જ “કુમર ખડગ નિજ કર ગ્રહ્યો, સયલ હથિઆર સંભાલે રે;
ઉઠયો કેસરી સીંઘ ન્યૂ, નિજ કારજ મન ચાહે રે.
સન્યાસીના વેષમાં રહેલાં ભુજંગમ ચોર સાથે અગડદત્ત રાત્રિએ ચોરી કરવા નીકળે છે. ત્યારે તેને સિંહની ઉપમા આપીને વિકરાળતા દર્શાવી છે. જેના દ્વારા “ભુજંગમ ચોરને જ એ ભારે પડશે એવું વ્યંજિત કરાયું છે.
૩૨.
૧૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org