________________
શ્રી અગડદત્ત રાસમાલા
35
જ કવિશ્રીએ બે કહેવતો પણ રાસમાં મુકી છે.
રાય કહે સવિ જાઈ ટલિલ, ખીચડ ખાવા ટોલુ મલિઉ” ૨/૨૨
પલ્લીપતી તવ ચિંતે ઈસ્યું, આકડે મધ” સુ કિઈ કિસ્યું?” ૪/૨૩ જ પ્રબંધગત વર્ણનો નિહાળીએ તો ખ્યાલ આવે કે કવિશ્રીએ વર્ણન સ્થાનોનો સુંદર લાભ લીધો છે. તેમાં પણ નગરીમાં વસતા લોકોનું વર્ણન (કડી-૧/૬૧ થી ૧/૭૦)
અગડદત્તના રાજપૂત્રી સાથેના લગ્નનું વર્ણન (કડી – ૩/૬૮ થી ૩/૭૭) જ શ્રેષ્ઠીપુત્રીનું ચરિત્ર જોયા પછીના ચોરના મનોભાવોનું વેરાગ્યમય વર્ણન (કડી ૪૨૯ થી ૪/૪૩) વગેરે વર્ણનો તો ખૂબ સુંદર લાગે છે. જ પ્રસ્તુત પ્રબંધની રચના પંન્યાસ હર્ષદરજી એ વ્યાખ્યાનમાં વર્ણવેલ અગડદત્ત કથાને આધારે થઈ છે.
૧૦) માન / મહિમાસિંહજી કૃત અગsદત્ત રાસ
૧૪ ઢાલ, કુલ ૪૭૭ કડી પ્રમાણ આ અગડદત્તરાસની રચના વિ. સં. ૧૬૭૫, આસો વદ - ૧૩, રવિવારના દિવસે કોટડા નગરમાં સંભવનાથ પ્રભુના સાનિધ્યમાં થઈ છે.
પ્રસ્તુત રાસના કર્તા માન/મહિમાસિંહજી ખરતરગચ્છીય જિનસિંહસૂરિજી (વિ. સં. ૧૬૧૫ થી ૧૬૭૪) – જિનરાજસૂરિજી (વિ. સં. ૧૬૪૭ થી ૧૬૯૯) > વાચક શિવનિધાનજીના શિષ્ય છે. મહિમાસિંહની અન્ય રચનાઓ-કીર્તિધર સુકોસલ પ્રબંધ (૨. સં. ૧૬૭૦), મેતાર્ય ઋષિ ચોપાઈ (૨. સં. ૧૬૭૦), ક્ષુલ્લકકુમાર ચોપાઈ, ઉત્તરાધ્યયનગીતો (ર. સં. ૧૬૭૫), વચ્છરાજ હંસરાજ રાસ (૨. સં. ૧૬૭૫) વગેરે પ્રાપ્ત થાય છે. તેમાં કવિશ્રીના “માનચંદ' અને “માનસિંહ નામો પણ મળે છે.
૧. ટી. - જેન ગુર્જર કવિઓ ભા. ૩ પૃ. ૧૬૪ પર મહિમાસિંહજીની કૃતિ-સૂચિમાં “અદાસ પ્રબંધ' નો માત્ર નામોલ્લેખ છે. તથા પ્રસ્તુત રાસનો કોઈ ઉલ્લેખ નથી. તેથી એવું જણાય છે કે તે અદ્દાસ પ્રબંધ એ જ પ્રસ્તુત રાસ હોય. ૨. ટી. - તેમનુ દીક્ષા નામ “રાજસમુદ્ર હતું. વિ. સં. ૧૬૭૫ ફાગણ સુદ - ૭ ના દિવસે આચાર્યપદ પ્રાપ્ત થયું. ત્યારે તેમનું નામ “જિનરાજસૂરિ' થયું. પ્રસ્તુત રાસ તે જ વર્ષે આસો માસમાં રચયેલો હોવાથી કવિશ્રીએ તેમનું ‘જિનરાજસૂરિ' નામ પ્રયોજ્યુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org