________________
34
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
ક ‘વિણ દંડ શિરિ લહકઈ ઈસ્યુ, જાણે કૃષ્ણ ભૂઅંગમ જર્યું’.
એક ‘પંકજદલ જીપે આંખડી.’
એક ‘અધરરંટિંગ પરવાલી હસઈ.’
એક ‘વદનકમલિ પુનિમ સશી વસે.’
ક‘કાને કુંડલ ઝલકે ઈશા, ચંદ્ર-સૂર ભામંડલ જશા.’ ‘નાશા જેહવી તિલનું કૂલ.’
ૐ ‘ધનુષાકારે ભમુહિ વાકુડી, જાણે મયણતણી આકુડી.’ ક ‘દંત દાડિમ ફૂલી હુઈ જશી.’
‘કમલનાલ બેહુ ભૂજ ચંગ.’
‘લંકિ હારિ માને કેસરી.' વગેરે.......
અગડદત્તકથાની શરૂઆત ભીમ કવિએ કાંઈક વિશિષ્ટ રીતે કરી છે. રાજગૃહી નગરીમાં પ્રભુવીર સમવસર્યા છે. શ્રેણિક રાજા ત્યાં વદન કરવા જાય છે. શ્રેણિક મહારાજા નારિ-ચરિત્ર પર કથા સંભળાવવાની વિનંતિ કરે છે. ત્યારે પરમાત્મા આ અગડદત્ત કથા કહે છે. જો કે કોઈ પણ કથાને ભગવાન કે ગણધર વગેરે મુનિ ભગવંતોના મુખેથી જણાવવાની પદ્ધતિ મધ્યકાલીન સાહિત્યમાં પરંપરાગત છે. છતા અગડદત્ત વિષયક અન્ય સર્વ રચનાઓમાં આ રીતે કથા પ્રારંભ થયો નથી.
કવિશ્રીએ વિવિધ અલંકાર સુંદર રીતે પ્રયોજ્યા છે –
‘દિન-દિન વૃદ્ધિ કરે કુંઆર, શુક્લ પક્ષિ યમ સસિહર સાર’ ૧/૩૨ અગડદત્તકુમાર શુક્લપક્ષ ચંદ્રની જેમ દિવસે-દિવસે વૃદ્ધિ પામે છે.
‘ગજ બાંદ્ધિઓ નવિ છાંડે ઠામ, જમ ચિત્રકે લખીઉ ચિત્રામ’ ૨/૩૨
અગડદત્તે મત્ત હાથીને વશ કરી એક વૃક્ષ સાથે બાંધી દીધો ત્યારે હાથી એવી રીતે સ્થીર થઈ ગયો, કે જેમ ચિત્રમાં દોરેલો હોય.
‘રથ ખેડ્યો બેસારી નારિ, ચાલે અશ્વ જમ ગંગા-વારિ' ૪/૧૧
અગડદત્તે મદનમંજરીને બેસાડીને રથ દોડાવ્યો. આ પ્રસંગે અશ્વની ગતિ ગંગાનદીના પાણી જેવી લાગે છે.
‘કાને કુંડલ ધરે વિશાલ, અંધારે તે કરે અજુઆલ.' ૩/૭૩
અગડદત્તે રાજપૂત્રી સાથે લગ્ન સમયે માથે મુગટ અને કાને કુંડલ પહેર્યા. એ કુંડલ એટલા ઝગમગાટ કરતા હતા કે અંધારામાં પણ અજવાળા પાથરે... અતિશયોક્તિ અલંકાર દ્વારા કુંડલની શોભાવૃદ્ધિ થવા સાથે એ કુંડલોમાં રત્નો જડેલા હશે એવું અનુમાન પણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org