________________
શ્રી અગડદત્ત રાસમાલા
33
(ગુણવિનયજી તથા પુન્યનિધાનજીની કૃતિની હસ્તપ્રત પુષ્પિકામાં ‘ચોપાઈ' તરીકે ઉલ્લેખ હોવા છતા રચનાની દ્રષ્ટિએ આ બન્ને કૃતિઓ રાસ હોવાથી અહીં તેનો “રાસ' તરીકે જ ઉલ્લેખ કર્યો છે. જો કે મૂળ કૃતિમાં આ વિષયક કોઈ ઉલ્લેખ નથી.)
૯ ભીમ(શ્રાવક)કૃત અગsદત્ત પ્રબંધ
તપાગચ્છીય હેમવિમલસૂરિજી (વિ. સં. ૧૫૨૨-૧૫૮૩) > સૌભાગ્યહર્ષસૂરિજી (વિ.સં. ૧૫૫૫-૧૫૮૭) ના શિષ્ય હર્ષજય પંન્યાસ નડીયાદમાં ચાતુર્માસ રહ્યા હતા ત્યારે ૫ ખંડ અને ૪૬૭ કડી પ્રમાણ આ રાસ સંવત્ ૧૫૮૪ અષાઢ વદ ૧૪ ના દિવસે ભીમ શ્રાવકે રચ્યો છે. જ પાંચમાં ખંડને અંતે તે સમયના નડીયાદના શ્રાવકોના નામ અને ગુણ વર્ણવ્યા છે. અતિશય દાન અને તપ કરનાર જિનદાસ, જીવદયાપાલક, ગુરુ-આજ્ઞાકારી તથા જેણે ઘરમાં દાનશાળા ખોલી હતી તે જૂવરાજ, જગત્મસિદ્ધ પુણ્યશાળી જાવડ, રૂપવંત રૂપાશા, પુણ્યકાર્યાનંદી હરચંદ, નાગરવંશીય શામાલ, શાહ સાણાના પૂત્ર નાકર વગેરે. જ કવિશ્રીએ કૃતિની શરૂઆતમાં જ “રાસ' તરીકેનો ઉલ્લેખ કર્યો છે. “અગડદત્ત રષિરાયનું રાસ રચિશિ વિસ્તારી ૪. પરંતુ પાંચે ખંડને અંતે પ્રસ્તુત કૃતિને “પ્રબંધ' તરીકે વર્ણવી છે.
પાચે ખડે પોઢે કરી રચિઓ એહ પ્રબંધ; ભીમ ભણે ભવીઅણ! સુણો, તો છુટે ભવબંધ.”
આ એકજ દૂહો પાંચે ખંડને અંતે ટાંકેલો છે. આ ઉપરાંત પાંચમાં ખંડની ૭૧ મી કડીમાં પણ પ્રબંધ તરીકેનો ઉલ્લેખ છે.
એ કથા કિહાંથી કથી?, કિમ જાણ્યો સંબંધ?; કહે કવિ તે મે કિહાં સુણી?, કિમ કીધો પ્રબંધ?. આ ઉલ્લેખ પરથી તથા કૃતિ રચના પરથી પ્રસ્તુત કૃતિનો અહીં ‘પ્રબંધ' તરીકે ઉલ્લેખ કર્યો છે.
માત્ર એક દેશી સિવાય સમગ્ર રચના ચોપાઈ તથા દૂહામાં છે. જ કવિશ્રીએ કૃતિની શરૂઆતમાં જ શ્રી સરસ્વતી દેવીની અલંકાર પ્રચૂર લાંબી (૪ દૂહા-૧૩ ચોપાઈમાં) સ્તુતિ કરી છે. તે સ્તુતિમાંની કેટલીક અલંકાર-પ્રસાદિ –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org