________________
32
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
જે જણરઈ સાજન મનિ વસઈ, તે તિણસુ રંગ રાસ; હંસઉ માનસરોવર રય કરઈ, કરહથિલીયાં વાસ.' ઢા. ૭/૧૦ સેષ સિર સલયલઈ, સમુદ્ર જલ છલછલઈ, મેરધર ધ્રુસક પાતાલ ધાયઈ; સૂર ઝાંખઉં ઘણું, ગયણ રજ ગુગલઉં, રાત-દિન તણી નવિ ખબર પાયઈ.' ઢા. ૮/૨
અગડદત્ત સૈન્ય સાથે પોતાની નગરી તરફ પાછો વળે છે. ત્યારે સૈન્યની ગતિને કવિ અતિશયોક્તિથી નવાજે છે. સૈન્યના ભારથી શેષનાગનું મસ્તક સળવળવા લાગ્યું. સમુદ્રનું પાણી ઉછળવા લાગ્યું, મેરું જેવો મેરુ ધ્રુજતો-ધ્રુજતો પાતાલમાં ઘુસી ગયો. સૈન્ય ચાલે છે અને એટલી બધી રજ ઉડે છે કે જેના કારણે સૂર્ય પણ ઝાંખો પડી ગયો. અને તેથી અત્યારે દિવસ છે કે રાત્રિ? તેની ખબર પણ પડતી નથી. જ “ભેટ કરી વિનવીય ભૂપતિ, કહ્યઉ ચરિત તતકાલ રી માઈ;
વાડિ કાકડી ખાયુ વિગૂડઈ, રાખઈ કુણ રખપાલ રી માઈ. ઢા. ૨/૧૩ પાણી હૂંતી ઉઠઈ પાવક, વિધુ વરસઈ વિષધાર રી માઈ; માતા જો સુતકુ લે મારઈ, કીજઈ કેથ પુકાર રી માઈ.” ઢા. ૨/૧૪
અગડદત્તથી ત્રાસી ગયેલા નગરજનો રાજાને ફરિયાદ કરે છે કે – “રાજકુમાર જ જો પ્રજાને ત્રાસદાયક બને તો પ્રજા ક્યાં જાય? કોને કહે?” અહીં કવિએ “વાડ જ કાકડી ગળી જાય' એ કહેવતની પાછળ દ્રચંતોની હારમાળા મૂકી છે- “પાણીમાંથી જ આગ ઉઠે તો ક્યાં જવું?” “ચંદ્ર પોતે જ જો વિષધારા વષવે તો કોને કહેવું?” “માતા જ જો પૂત્રના પ્રાણ હરી લે તો ક્યાં જવું?” જ પ્રસ્તુત રાસમાં કાવ્યાત્મક રીતે સ-રસ પ્રસંગ નિરુપણ થયું છે. જેમ કે - મત્ત હાથીના તોફાનનો (ઢા. ૪, ૧થી ૪) અને તેને વશ કરવાનો પ્રસંગ (ઢા. ૪/૬થી ૧૨), પારિવ્રાજક સાથે અગડદત્તનો નગરમાં ચોરી કરવાનો પ્રસંગ (ઢા. ૬), ચોરના ભૂગૃહમાં બનેલો પ્રસંગ (ઢા. ૭, દૂહા ૧થી ૧૩), અગડદત્ત સાથે કમલસેનાનો લગ્નોત્સવ (ઢા. ૭/૧થી ૧૩), અગડદત્તનો નગર પ્રવેશ (ઢા. ૧૦) વગેરે.....
ઢાલ-૧૩ માં સાહસગતિ નામના ચારણ શ્રમણના ગુણોનું સવિસ્તાર વર્ણન કર્યું છે, ઢાલ૧૨માં સ્ત્રી-ચરિત્રનું વર્ણન કરતા અનેક દ્રશ્ચંતો ટાંક્યા છે. રાજા ભર્તુહરિ અને પિંગલારાણી, નૂપુરપંડિતા, રાજા ભોજ અને રાણી ભાનુમતી, બ્રાહ્મણ અને કોઈ સ્ત્રી, રાવણ, લલિતાંગ, કોણિક, કીચક – દ્રૌપદી – ભીમ.
આમ આ કૃતિ કાવ્યદ્રષ્ટિએ એક અભ્યસનીય કૃતિ બની રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org