________________
શ્રી અગડદત રાસમાલા
31
સંખપુરી એટલી સુંદર છે કે એને જોતા એવું લાગે કે જાણે અલકાપુરી છે અને ત્યાં વસતા લોકોના રૂપ દેવો જેવા છે.
નગરની સ્ત્રીઓના રૂપને કવિએ અનેક અલંકારોથી વિભૂષિત કર્યું છે – કનકવરણ દીસઈ કામિની વૃતિ ઝલકઈ જાણે દામિની; હલકી ચાલઈ યું હાથિણી, માતી ડીલ ઈસી નહુમિણી. ઢા. ૧/૬ ચંદ્રમુખી ચઉકઈ ઉજલઈ, ચિત્ત દેખે સુરનરનું ચલઈ; અણીઆલી સોહઈ આંખડી, પોયણની જાણે પાંખડી. ઢા. ૧૭ રૂડી વેણી સિર રાખડી, જાણે મણિધર દાખલ જડી; સોહઈ નાક ઈસો સંપુટો, પ્રહસિત જાણે ત૨ પોપટો.” ઢા. ૧/૮ ‘ઊંચા ઈસા અરસનઈ અડઈ, ખસતા મેહ જિહાં આખુડઈ;' ઢા. ૧/૧૧
નગરમાં હવેલીઓ એટલી ઊંચી છે કે આભને અડી જાય છે અને આગળ વધતા મેઘ પણ ત્યાં અફડાય છે. કવિશ્રીએ કુશળ ચિત્રકાર બનીને શંખપુરની હવેલીઓ પર અતિશયોક્તિના ચિત્રો ઉપસાવ્યા છે.
ચકિત દ્રષ્ટ ચિહું દિસિ જોવઈ, વિલખઈ વદન નરિંદો રે; તાલભ્રષ્ટ નટુઈ પરઈ, વિદ્યાગત ખચરિંદો રે. ઢા. ૫/૯ ફાલ વિછોટક વાનરલ જ્યઉં, માલ ગમાયઈ લોકો રે; તિણપરિ કુમર ઉચાટીયો, ઈત-ઉત રહ્યઉ વિલોકો રે." ઢા. ૫/૧૦
ચોરને પકડવાનું બીડુ લીધા પછી છ-છ દિવસ વીતી ગયા હોવા છતાં ચોરનો કોઈ અણસાર પણ ન મળ્યો, ત્યારે અગડદત્ત વિલખો થઈને ચારે બાજુ જોયા કરે છે. તે સમયની અગડદત્તની પરિસ્થિતિને નૃત્યકાર તાલ ચૂકી જાય, વિદ્યાધરની વિદ્યા એકાએક ચાલી જાય, વાનર ફાળ ચૂકી જાય, લોકોનું ધન લુંટાઈ જાય તે વેળાની નૃત્યકાર, વિદ્યાધર, વાનર કે લોકોની પરિસ્થિતિ સાથે સરખાવી છે. જ “સોલ સિંગાર કીયઈ ખડી, સોલ કલા મુખચંદ ઢા. ૩/૧૯
મદનમંજરીનું મુખ જાણે ચંદ્ર છે અને સોળ શણગાર એ ચંદ્રની સોળ કળાઓ છે. અહીં શણગારને પણ કવિએ રૂપક અને ઉન્મેલાના શણગારથી શોભાવ્યા છે. જ “જેના મનમાં જે વસ્યા હોય તેમાં જ તેને આનંદ આવે’ આ હકીકત સમજાવવા કવિ દ્રશ્ચંત આપે છે. હંસને માનસરોવરમાં અને કરભ (=ઊંટ) ને સ્થલી (=રેતાળ રણ)માં જ આનંદ આવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org