________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય. જ “સોહઈ નંગ પરિ મુદુકા સોહઈ ગયણ જૂ સૂર;
તિમ નગરી રાજા કરી, પ્રતાઈ તેજ પંડૂર.” ઢા. ૨, દૂહો-૨
જેમ “નંગ મુદ્રિકાને અને સૂર્ય ગગનાંગણને શોભાવે તેમ મહારાજા નગરીને શોભાવી રહ્યા છે. આવી ઉપમા આપીને કવિએ મહારાજાની શોભામાં અભિવૃદ્ધિ કરી છે.
અગડદત્ત ઉયરઈ તસુ આયઉં, જાયઉ સુભ દિન-વાર રી માઈ; મહામાય જાય જિમ ષટમુખ, સિંચી જયંતકુમાર રી માઈ.” ઢા. ૨/૬
મહામાતા=પાર્વતીની કુક્ષિથી જેમ કાર્તિકેયનો જન્મ થયો, શચી=ઈંદ્રાણીની કુક્ષિથી જેમ જયંતકુમારનો જન્મ થયો તેમ માતાની કુક્ષિથી અગડદત્તનો જન્મ થયો. “કુક્ષિસરોવરમાં હંસ' કે
સુક્તિમાં મોતી' જેવી પરંપરાગત ઉપમાઓને બદલે અહીં નવી જ ઉપમા રજૂ થઈ છે. જ “બેઉ મિલીયા દીસઈ એવા રે, હું સાગર-ગંગા મેલ.' ઢા. ૭/૮
અગડદત્ત અને રાજપુત્રીના સંગમનું દ્રશ્ય નિહાળી કવિની નજર સમક્ષ સાગર અને ગંગાનું સંગમ સ્થળ ઉપસ્થિત થઈ ગયું.
“મોટા મેહ નમઈ સદા રે લાલ, તરુ પણ નમઈ તિમીવ; માનવ તિમ મોટા ચિકે રે લાલ, સહજઈ નમઈ સદીવ.” ઢા. ૪/૧૭
અગડદરે મહારાજાને પ્રથમ સમાગમમાં જ વિનયથી રંજિત કરી દીધા ત્યારે રાજા વિચારે છે - મેઘ કે તરુવર મોટા હોય તો નમ્ર રહે છે તેમ મોટા (=ઉત્તમ) માનવ પણ (વિનયથી) સહજ નમી પડે છે. કવિએ માનવની મોટાઈને મેઘ અને તરુવરની મોટાઈ સાથે માપી છે. જ “ચોમિઈ બઈઠા વર-વીંદણી રે, હું રોહણ-ચંદા પાસ' ઢા. ૭/૪
લગ્નની ચોરીમાં બેઠેલા વર (અગડદત્ત) અને વધૂ (કમલસેના) ચંદ્ર અને રોહિણી જેવા શોભે છે. પર “તપ તેજઈ દિણયર જિસા રે, સોમ દ્રષ્ટિ સોમ મહાન;
સુરતરુ સુરગવિ સારિખાજી, ધીરમ મેર પ્રમાણ.” ઢા. ૧૩/૪
અટવીમાં ભૂલા પડેલા અગડદત્તને સાહસગતિ મુનિના દર્શન થયા. તે મુનિનું તપ તેજ સૂર્ય જેવું, તેમની સૌમ્યતા સોમ (=ચંદ્ર) જેવી અને તેમની વીરતા મેરુ જેવી છે. આથી જ મુનિ કલ્પવૃક્ષ કે કામધેનુ જેવા લાગે છે. અહીં અનેક ઉપમા દ્વારા મુનિગુણનું સુંદર દર્શન થયું છે. જ “સુપ્રસિદ્ધ નગરી સંખઉરી, અવિચલ જાણિ કિ અલકાપુરી;
સુખીયા લોક વસઈ સિરદાર, અભિનવ રૂપ અમર અવતાર.” (ઢા. ૧/૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org