________________
શ્રી અગડદત્ત રાસમાલા
29
ચોર વારી ઔર મતવાલા.” એ ઢાળ-૭નું આખુ પદ્ય વગેરે..
આ પરથી એવુ અનુમાન બંધાય કે કવિશ્રી રાજસ્થાનના હોય અને પછી ગુજરાતમાં આવી તેમણે મારું ગુર્જરમાં રાસ રચના કરી હોય.
બીજા રચનાકારોની અપેક્ષાએ કવિશ્રીએ કથાઘટકોમાં ઘણો વધારો-ઘટાડો કર્યો છે જે આગળ કથા સર્વેક્ષણમાં જોઈશું.
પ્રસ્તુત રાસની ભાષામાં “ર” પૂર્વે સ્વરનો લોપ, “”ના સ્વરનો લોપ અથવા “૨માં સ્વરનો આગમ પણ થયેલો જોવામાં આવે છે. જેમ કે પરધન > પ્રધન, ધીરજ > ધીર્જ, કારણ > કાર્ણ, મર્યાદા > મરજાદા, ભાર્યા > ભારજા વગેરે...
શ' ને બદલે “ગ્ય’ વાપર્યો છે. આજ્ઞા > આગ્યા, જ્ઞાન > ગ્યાન વગેરે... શબ્દમાં ‘એના સ્થાને “એનો પ્રયોગ વિશેષ જોવા મળે છે. સેના, સુખે, વાંચે, બૈઠો વગેરે..
૮) વાચક પુન્યનિધાનજી કૃત અગsદત્ત ચૌપાઈ
વૈરાગર નગર મંડણ સુમતિનાથ અને શીતલનાથ પ્રભુના સાનિધ્યમાં સંવત ૧૭૧૩માં વિજયાદશમીના દિવસે આ રાસ રચાયો છે. જેના કર્તા શ્રી ભાવહર્ષજી > અનંતસજી > ગણિ વિમલઉદયજીના શિષ્ય પુન્યનિધાનજી છે, તેઓ વાચનાચાર્ય હતા. કવિશ્રીએ પોતે જ રાસાન્ત ૧૬મી ઢાળમાં ‘પુન્યનિધાન વારસ' (વાચનાચાર્ય) એવો ઉલ્લેખ કર્યો છે.
૧૬ ઢાળ અને કુલ ૩૭૬ કડીમાં રચાયેલ આ રાસમાં કવિશ્રીએ દેશીઓ ઉપરાંત દૂહા, કવિત્ત, સવૈયા જેવા માત્રામેળ છંદો વાપર્યા છે. તેમજ સંસ્કૃત સુભાષિતોમાં અનુષ્ટ્રભ, ઉપજાતિ તથા શાર્દૂલવિક્રીડિત જેવા અક્ષરમેળ છંદો પ્રયોજ્યા છે.
રાસના આંગણે ઉપમા, ઉભેક્ષા, અતિશયોક્તિ, દ્રશ્ચંત વગેરેનાં વિવિધ રંગોથી રચાયેલી કાવ્ય રંગોળી મનને આકર્ષિત કરે છે. જ “વિણ રાજા વસતી ઈસી ક્યું નાહ વિહુણી નારી’ ઢા. ર/દુહો-૧ નાથ વિનાની નારીની જેવી દશા હોય છે તેવી જ દશા રાજા વિના પ્રજાની હોય છે. અહીં રાજા નાથની અને પ્રજા નારીની ઉપમાથી ગુંથાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org