SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 28 પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય અગડદત કથામાં આવા વર્ણન-સ્થાનોનો સુંદર લાભ સ્થાનસાગરજી સિવાય બીજા કોઈ પણ રચનાકારોએ લીધો નથી. જો કે કેટલાક સ્થળે અપ્રસ્તુત-પ્રશંસા જેવું પણ લાગે છે. છતાં કયા પ્રસંગે કેવું-કેવું વર્ણન લઈ શકાય? તેના અભ્યાસ માટે આ પ્રબંધ એક ઉદાહરણ રૂપ બની શકે તેમ છે, જેના દ્વારા વર્ણનીય વસ્તુ પ્રત્યેની દ્રષ્ટિ ખૂલશે. પ્રબંધની ભાષા તરફ દ્રષ્ટિ કરીએ તો ખાસ કોઈ વિશેષતા નથી. જ ષષ્ઠી માટે ક્યારેક “ચી/ચા' પ્રત્યય વાપર્યો છે. અન્ડચા, તુમ્હચી, કુસુમચી વગેરે, વર્તમાન મરાઠી ભાષામાં પણ ષષ્ઠિના “ચી/ચા” પ્રત્યયો છે. જ ષષ્ઠીનાં ‘ના’ બદલે “ને પણ વપરાયો છે. દા.ત. મોતિના > મોતિન, પુરુષના > પુરુષન વગેરે. એક તૃતીયાદર્શક “સિઉં” પ્રત્યય પણ યોજાએલ છે. દા.ત. કૌતકસિઉં, ગગનસિઉં, વિવેકસિઉં વગેરે. ૭) કવિ નંદલાલજી કૃત અગsદત્ત રાસ પૂજ્યશ્રી મનજીઋષિ > મુનિ નાથુરામ > મુનિ રાયચંદ > રામમુનિના શિષ્ય નંદલાલજીએ ૧૬ ઢાલ-કુલ ૨૭૨કડી પ્રમાણ આ રાસની રચના કરી છે. કવિશ્રી સાધુ કવિ છે કે ગૃહસ્થ કવિ? તે જાણી શકાયું નથી. રાસની રચના સંવત (કોબા ભંડારના સૂચિપત્ર મુજબ) ૧૬૯૮ છે. પરંતુ, અઠારાસઠ' એ પંક્તિ પ્રમાણે આ સંવત ૧૮૬૦ હોય તેવું જણાય છે. મોહનલાલ દેસાઈએ “જૈન ગુર્જર કવિઓમાં આ કવિશ્રીનો ઉલ્લેખ કર્યો નથી. અને અન્ય સ્ત્રોતથી પણ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ રાસમાં અંતે “અગડદત્ત મુનિએ ૧૬ દિવસનો સંથારો કર્યો ઢા. ૧૬/૫ એવો ઉલ્લેખ છે. આ પરથી એમ જણાય છે કે કવિ લોકાગચ્છના છે. એક રચનામાં મારવાડી/રાજસ્થાની ભાષાની છાંટ જોવા મળે છે. પ્રભુજી! થારો નામ પ્રકાશો'. ઢા. ૧૩/૫ તસ્કરને ધન લુટિયા, હો ગએ લોગ ફકીર’ ઢા. ૫/દૂહો-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy