________________
અગડદત્ત રાસ
553
તો એક માયા કુડી ફોક, માયા-કાદવે ખૂંચે લોક; માયા-પાસે નર બાંધ્યા બહુ, માયાથી “વિગૂવે સહુ. માયાથી નવિ થાઈ ધર્મ, માયાથી બંધાઈ કર્મ; જીવ ન ચેતે મન મઝારિ, માયા બાંધ્યો ભમે સંસાર. કેહેનુ ઘર? કેહેનો પરિવાર?, કહેના મોટા મંદિર સાર?; કહે ધન? સુત કહેના એહ?, સાથિ ન આવે એકું તેહ. ધર્મ-પાપ બેહુ સાથે હોય, બીજુ અવર ન કહેનૂ કોય; કર્મબંધથી પડીઓ પાસ, વલી-વલી આવે ગર્ભાવાસ. ગર્ભાવાસે જે દૂખ સહે, તે કવીઅણ જણ કેતા કહે?; ઊંધે મુખે દસ માસ જ રહે, તિહાં મનસ્યું પ્રાણી ઈમ કહે.
જો છુટુ ઈહાથી એકવાર, તો વલી નાગૂ આણે ઠાર; જણ્યો પુત્ર સહુ “જય-જય” કરે, “હું આહ આહા” બાલક કહે. પ્રથમ દસકે નવિ જાણે તેહ, બાલપણા રસે વિલસે તે; બીજે દસકે યૌવન ધરે, કામિનિ સરસી ક્રીડા કરે. ત્રીજે દસકે ધન કેડે ધાઈ, ધર્મ કાજ એકુ ન કરાય; મન ચિંતે જવ ગરઢો હોઈ, તવ તપ-ધર્મ કરસું સોઈ'. ચોથે પુત્ર કલત્ર પરવર્યો, મોહજાલઢું બાંધી ઘર્યો; પચાસે જવ આવી પલી, તોયે ન ચેતે મૂરખ વલી. સાઠિ પછી સરલ ફીટંતિ, મુખિ મોટા માલા ચાવંત; સિતેરનો જવ હોવો સોઈ, કહિઉં કરે નવિ તેમનુ કોઈ.
૩૬
૧. વગોવાય, દુઃખી થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org