________________
550
ભીમ (શ્રાવક) કૃત
પંચમ ખંડ ચોપાઈ -
સરસતિ મતિ અતિ આપે સાર, તો આઘો કહુ કથા વિચાર; વાગ વાણી વર વંછિત લહુ, તો એ કથા કતૂહલ કર્યું. તો રાણી લઢ લઈ રહી, રાય કહે “મેં કહિવું સહી; જો હું એ ભાંજિસ સંદેહ, તો નિશ્ચ છાંડવો દેહ'. રાય કહે “હુ કહિસ વિચાર, ચહે ખડકાવૂ નયર બાહાર'; મિલ્યા લોક સહુ કૌતિક જોય, રાજવર્ગ સહુઈ સકે રોઈ. સેન્યસહિત તવ ચાલ્યો રાય, અંતેરિ સહુ પૂઠે જાઈ; નગરબાહિર આવીઓ નરનાહ, અંતર મન ઉપજે દાહ. તવ બેઠો નૃપ આસન ધરી, આગલિ સવિ ઉભી સુંદરી; તિણે સમે તિહાં છાલી ચરે, “સુણિ બોકડ!” એમ છાલી ભણે. રાયતણા જે ચરે તોખાર, તે ચાર મુઝ આપને સાર; ગર્ભવતી છુ હું તાહરે, એ ઈચ્છા છે મન માહરે.' તો વલતુ બોકડ ઈમ કહે, “અરે રાંડલિવ કરતી રહે; જો મુઝ પાટૂ દિઈ તોખાર, કિશે કાજ તું આવે નારિ. મુરખ રાજાનો હોઈ એહ, જે સ્ત્રી કારણે છંડે દેહ; હુ છોડી કાઢીશ તુઝતણી, માહરે મહિલા મલસે ઘણી. સ્ત્રીનું કહિયુ કરે નર જેહ, આહાની પરે તે ચૂકે દેહ; અલીઅન છાજે અમ ઘરિ કિસ્, વલી નારી ઘણીઈ પામ્યું. તે સઘલૂ રાયે સાંભળ્યુ, જે બોલ્યો તે સઘલૂ કલ્ય; ફોકટ માટે મરીઈ કીસૂ, નારિ વલી ઘણીઈ પામિર્.
૧. બકરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org