________________
548
ભીમ (શ્રાવક) કૃતા
સાંઝ સમે વાલૂ કરી, રાજા સેજે બઈઠ; કહે “કારણ સૂણિ કામિની!, એક અસંભમ દીઠ”. મનિ ભૂયંગમ ચિંતવે, “વાત સુણું છું તે; તેહ અસંભમ છે કિમ્યું?, પછે નર ડંકુ એહ”. શલ્યરાય તવ બોલીઓ, “સુણિ કામિની! સુવિચાર; વનમાહિ મેં પેખીઉં, નાગણિનૂ ‘વિભચાર. ગોહસર્પસ્ય નાગિણી, રમતી દીઠી જામ; તવ મેં મનસૂં ચિંતવી, ચાબુક મારીઉ તામ.” સુણિ સાપ હાયડે હસ્યો, “ફટ! ગોકારી નારિ; મેં નરવર માર્યો હતો, કુડા વચન આધાર.” તવ પ્રગટ્યો પાતાસૂર, “માગિ-માગિ વર રાય!; મનવંછિત હું તુઝ દેલ, સાચું કરુ પસાય''. તવ રાજા મન ચિંતવી, “પંખી મોર ચકોર; બોકડ બોલે તે લધુ, સાવજ સઘલા ઢોર”. વર દેઈ સુરવર ચલ્યો, પણિ એક બોલો બોલ; “બીજા કેહને જો કહીસ, તો તું મરશિ ટોલ.” તવ ભૂપતિ મન હરખીઓ, મેં વર લાધ્યો સાર; પંખી-બોલે તે લહે, મન આવે નિર્ધાર. એકવાર ભોજન કરે, રાણી પૂરે થાલ; કીડી કણ લેઈ વલી, મનિ હસીઓ ભૂપાલ.
૧. કસું. ૨. વ્યભિચાર. ૩. પગની એડી જેવી. ૪. નક્કિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org