________________
અગડદત્ત રાસા
547
ચહે ઉપર જવ શબ ધરી, જવ પોતે પેસંત; આકાચ્ચે ઊડતા થકા, વિદ્યાધર બોલત. રે મૂરખ તે માનવી, કિસ્યુ કરે છે કર્મ?; નારી ઊપરિ નર બલે, એ કહીઈ અધર્મ. વલી-વલી વિદ્યાધર ભણે, “તું સાંભલ ભૂપાલ! કહુ કથા કાભિણિતણી, સુણ સુંદર! સુવિશાલ. પાછલ એક રાજા હતો, શલ્ય ભણ્યો તસ નામ; રાજ રિદ્ધિ હૃતિ ઘણી, કરે રાજ અભિરામ. એકવાર તે નૃપ ગયો, એકાકી વન મધ્ય; "ગોહ સર્પસ્યું રાગિણી, ક્રીડા કરે મન શુદ્ધિ. તે દેખી નૃપ ચિંતવે, હૈડે કરે વિચાર; “સાપણિ પરનરમ્યું રમે, વિધિ એ સંસાર.” તવ રાઈ ચાબકે કરી, મારિઆ બેઠું તે; સાપ ગયો બિલ સંચરિ, સાપણી ચિંતે એહ. તે સાપિણિ પાતાલની, નાગણી ઘર નારિ; મન ચિંતે “એ માનવી, એહ અખ્તરી ચારિ. જઈ ભર્તાર પ્રત્યે કહ્યું, “હું હૂતી નરલોક; શલ્ય નામે નૃપ એક છે, તેણે હું મારી ફોક”. ક્રોધ સાપ શિર અતિ ચડ્યો, આવિઓ તેયે કાય; શેજ હેઠે શલકી રહ્યો, તો ઘરે આવ્યો રાય.
૧. ઘો. ૨. આચાર, ચરિત્ર. ૩. છુપાઈને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org