________________
અગડદન રાસ
545
નર-નારી હસતા પંથે જાઈ, તવ તે પોહતા માલવમાહિ; મિલિઓ કટક સહુ “જય-જય’ કરે, રાજકુમાર મન ઉલટ ધરે. કટક બંધ કીધુ તિહાં રહી, આગલિ મંત્રી પાઠવીક સહી; ચાલે કટક હણહણે કેકાણ, ઢોલ-દદામા ગડે નીસાહણ. આગલિ થા મયગલ મલપત, પૂઠે થકા પાલા પુતચંત; અગડદત્ત શિર ધરે છત્ર, વાજે પંચશબ્દ વાજીત્ર. બિહુ પાસે ચામર ઢલકંત, બંદિજન બહુ બલ બોલત; ચતુર સેન સહુ સોહે સાર, પૂઠે પલ્યા આવે અસવાર. કૃમિ-કૃમિ આવ્યા નયર નિવેશ, સાતમો નૃપ આવીઓ સવિસેસ; અગડદત્ત હયથો ઊત્તરે, તાત પ્રત્યે સાતમો સંચરે. કરી પ્રદક્ષિણા આવિઓ પાસ, રા આત્યંઘન દિઈ ઉલ્હાસ; કહે “સફલ હુઓ સંસાર, મુઝને આજ મિલિઓ કુમાર’. વહુઅર બિહુઈ લાગે પાગ, રાય કહે “મુઝ ફલીઉ ભાગિ'; રાજકુમરીના જોઈ પેર, કહે “કમાલ મુઝ આવી ઘેર'. માતતણે જઈ લાગ્યો પાય, હરખે આખ્યું પડે તેણે કાય; યાચક ઘરે સવિ સિધ્યા કાજ, “ભલે પધારિઓ એ માહારાજ'. દિન-દિન કુઅર કરે યુવરાજ, લોકતણા સવિ સીજે કાજ; ધર્મધ્યાન ઉપરિ મન ધરે, રાજકુમારીસ્યુ ક્રીડા કરે. વિષયા મન વાતાલિ અપાર, તેહ વિણ ન રહે રાજકુમાર; તે સૂઈ તો સૂઈ રાય, તે જમે તો જમવા જાઈ.
૧. પગે. ૨. રીત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org