SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ 544 ભીમ (શ્રાવક) કૃત મયગલ માતો એક છે, તેહ કરે જન આહાર'; તવ કુંઅર મન ચિંતવી, કર કીધૂ હથીઆર. અબલા પ્રતિ ઈમ ઉચ્ચરે, “તુ કામિની! સાહા રાશિ; મુજ માટીપણૂ તો ખરુ, જો ગજ પાડૂ પાશિ.” ઈમ ચિંતે તવ બે જણા, ગંધ લહી ગજરાજ; ચિંતે “માણસ કો મીલે, તો મુઝ શીઝે કાજ'. વાત કરતા વેગમ્યું, મયગલ માતો દીઠ; આપણએ તે ઊતર્યો, રથે કામિની બઈઠ. ધીર-ધીર ધીરટ ધર્યો, ગજ બોલાવ્યો તોય; તવ મયગલ મદ ભર્યો, કુંઅર પ્રતે ધસે સોય. ચોપાઈ કુઅરે ખાંડૂ એક કર લીધ, વનિતા પ્રત્યે એક વાચા દીધ; જવ એ કુંજર ખહ સંસૂર, તવ રથ ખેડી જાએ દૂર. ઈમ કરતા ગજ આવ્યો પાસ, તો વિષયા મેહલે નિશ્વાસ; કહો એહને કેણી પરે જીતસ્ય?, એ હાથી વશ કિમ આણસ્પે?”. કુંજર કુમર પ્રદક્ષણ કરે, રથ ખેડી વિષયો સંચરે; ફેરા દેતા ચિંતે ઈસ્યુ, “અણિપરિ હવડા થાકસ્યું. મન ચિતે રથ ગયો વેગલો, કુંજર થાકી થયો આકુલો; કુમર કહે છે વેલા એહ, જાના હાસ્ તો પામ્ છે'. અગડદત્ત ઈમ ચિંતી પલ્યો, તે કુંજર નવિ આવી મિલ્યો; તે બેઠો રથ ઉપર જઈ, વિષયા મનિ લીયાયત થઈ. ૧. ધૈર્ય. ૨. તલવાર. ૩. જાન=પ્રાણ હશે. ૪. ગયો. નીકળ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy