________________
541
અગડદત્ત રાસા
ચોપાઈ -
વનમાહિ ભૂલો ભૂપાલ, અછે એકલો સાથે બાલ; નવિ જાણે દિનકર છે કિહાં, અંધારુ વન આવ્યું તિહાં. ભીલ પાંચ તે વનમાંહિ ફિરે, દેહ કાલા મુખે કચપચ કરે; માહોમાહિ તે કરે વિચાર, પુરુષ એકલો સાથે નારિ. પલ્લીપતિ ઠાકુર તેહતણો, તેને જે કહે ‘સ્વામી! સુણો; રથે બેઠો એક પુરુષરતન, સાથે નારી મોહે મન્ન.” પલ્લીપતી તવ ચિંતે ઈસ્યું, “આકડે મધ સૂ કિઈ કિસ્યું?;' ધર્યું ખડગ ને નાવે સંક, લેઉ રત્ન મારીને રક. કરે ચૂધ કુઅર નૃપ તેહ, વઢતા કિમે ન આવે છે; વિમાશીને વિષયા હિતે, નયણબાણ મૂકે તે પ્રત્યે. તે દેખી તે વિદ્ગલ થયો, કુમારે કાંધ સમાણો કીઓ; પડતો પલ્લીપતિ ઈમ કહે, “કહું વાત સુણિ ઊભો રહે. ગર્વ મ આણિસ મન મઝારિ, મયણબાણ મેહલ્યા તુઝ નારિ; તે બાણ મેં સહ્યા ન જાય, જેયે પાડ્યા પ્રથવીપતિ રાય. પાડ્યા સૂર-કિંમર-ગંધર્વ, પાડ્યા વર વિદ્યાધર સર્વ; પાડ્યા મહીઅલિ મુનિવર પાત્ર, તુઝ શાખાની કહી માત્ર?'. તો વદનિ તે વ્યાપિલ ભૂપ, મયણબાણનું કહિઊં સ્વરુપ; પલ્લીપતિ બે કટકો કર્યો, તવ રથ આઘેરો સંચર્યો. ભિલ એક પ્રત્યે પૂછે ઈસ્યુ, “બે વટ થે તે કારણ કિસ્યું?'; ભીલ કહે “અહાં છે ફેર, આ પગદંડો સરલો સેર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org