________________
અગડદા રાસ
539
ચતુર્થ ખંડ દૂહીઃ
સરસતિતણે પસાઉલે, કહુ કથા વૃત્તાંત; આગલિ જે કૌતક કહું, તે સુણજ્યો એકત. રાઓ મંત્રી બે ભેટીયા, હોઓ હર્ષ અપાર; કહે પ્રધાન તમને કહું, અમ ઠાકુરે જુહાર'. વિનયસિંહ વસતું વદે, “તેહને સાત પ્રણામ; તખ્ત કેણે કારણે આવીયા?, તે કહો અમ કામ.” જેહ જમાઈ તમતણો, તે અમ ઠાકુર એક;
તે લેવા હું આવીઓ, ભમીઓ દેશ અનેક'. ચોપાઈ -
સુણી વચન રાઉ અતિ દુખ ધરે, સાસર-વાસો પુત્રીનેં કરે; ગજ-રથ-તુરી સહિત અસવાર, પાલા પાયક હયવર સાર. આપે લાછિ અતિ ઘણ ભંડાર, આપે સોવન-સંકલ ભાર; મોકલાવી કુંમરી સાંચરે, માત-તાત બહુલા દુખ ધરે. તિથી પંચમી સોહે ગુરુવાર, સિદ્ધિયોગનો સુણી વિચાર; મોકલાવી ચાલે નર-નારિ, ડેરા દિધા નગરી બારિ. કરી જુહાર બોલે નરનાથ, અગડદત્ત પ્રતે જોડી હાથ; હું અપરાધિ છું તૂમતણો, કહે જુહાર રાને અમતણો'. મોકલાવીને ચાલ્યુ સહુ, અગડદત્ત મન ચિંતા બહુ; કટક ચાલતું આઘૂ કરી, રહ્યો વીર મનિ વાચા ધરી.
૧. લચ્છી=લક્ષ્મી. ૨. વળીવીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org