________________
અગડદત્ત રાસ
533
તવ કુંઅર મન ચિંતવે ઈસ્યું, “મૂઈ બંધવે એ કારણ કિશું?; આણી શેજ સુઆરત્યે, છલ કરી મુઝને મારસ્પે”. “આંડણ દેઊસીસૂ એક કિદ્ધ, આપણપ કરે ખાંડૂ સિદ્ધ; અલગ જઈને ઊભો રહ્યો, કહે કામિનિ “એ સુતો થયો.” શલા એક માંડી પરપંચિ, યમ ચંપાઈ તે નર સંચિ; પડ્યો પાહણ નવિ મૂઓ કુમાર, અંધારે ઝલકિયું કરવાલ. તવ તે નારિ ૐટે ધરી, ચાલ્યો વીર મનિ ઉદ્યમ કરી ચિંતે બીરદ રહ્યું મુઝ આજ, નારી લેઈ ભેટૂ મહારાજ. તવ આકાચ્ચે પ્રગટ્યો સૂર, નાહૂ અંધકારનૂ પૂર; માહાજન કહે “તે કેથઉ થયું, કોઈ કહે “નર નાહાસી ગયો. એ બાલકની કેડી માત્ત?, આજ પડ્યા પુરે પોઢા ખાત્ર; એ લાજ્યો નવિ આવો ઈહાં, કહો બાલક રડવડર્સે કિહાં?.” તિહાં તે એવી ઘટવટ કરે, કુંઅર ચોર “શર હાથે ધરે;
એક હાથે નવયૌવન બાલ, લીટીઆલુ કરે કરવાલ. મસ્તક ઊપર પેટી સાર, વ્યાહણે સૂર ઉગમતે વાર; લોકે પેખીઓ રાજકુમાર, શર મેહલી નૃપ કરે જૂહાર. રાય ભણે ધિન થીવધું તુક્ઝ, તાહરી આશા નહોતી મુ';
માહાજન સહુ જલીયાત હોઈ, જય-જયકાર કરે સહુ કોય. ઢાલ -૧, તો ચઢીઓ ઘણ માણ ગજે-એ દેશી. [રાગ-ધન્યાશ્રી)
તવ તે ભૂપતિ હરખીઓ એ, નિરખીઓ અગડકુમાર તો; માહાજન મન ઈમ ચિંતવે એ, “બિરદ હુઓ એ સાર તો”.
૧. ઢીંચણિયું. ૨. ઓશીકું. ૩. પોતાનાં. ૪. નાશીકભાગી. ૫. મસ્તક. ૬. મર્યાદાવાળી=મ્યાનમાં રાખી. ૭. ધન્ય. ૮. જીવતાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org