________________
532
તવ મોડેરૂં ઉઠીઓ, લાકડે વીટિઉ વસ્ત્ર; આંબા થડે અલગો રહ્યો, સંભાલિઉ નિજ શસ્ત્ર.
ચોર ભુજંગમ ચિંતવે, ‘એહ વિડારુ બાલ’; દીધો ઘાઓ લાકડે છબઓ, તવ શર ઊઠી ઝાલ.
કુંમર કહે ‘બહુ દિન ગયા, હવે રાખ તુઝ ઠામિ; માટીપણુ મન આણજે, સમરે તાહરો સ્વામ’. તવ તસ્કર મન ચિંતવી, કરિ કાઢઉ કરવાલ; પરગટ રૂપ કરી વઢ્યો, ચોર ભૂયંગમ બાલ. તવ દક્ષણ કર છેદિઓ, ઢલો ચોર ધર છેક; પડતો વયરી પ્રત્યે કહે, ‘વાચા દિઓ મુઝ આઘેરુ અહીંથૂ અછે, વન વિરુઉ વિકરાલ; તિહાં બહિન છે માહરી, તેહની કરે સંભાલ.’
એક.
ચોપાઈઃ
ચોર પ્રતે તવ વાચા દિધ, મનિ જાણે ‘મે કારણ કિદ્ધ’; એ નિત રહઈ તુ લખમી ઘણી, જાઉ એહની ભગની ભણી.
લેઈ ખડગ ચાલ્યો કરી કામ, તવ આગલિ આવિઉ આરામ; ગફા એક દીઠી તવ સાર, જે ઠબકાવે રાજકુમાર.
શબ્દ સુણી તવ આવી નારિ, નવિ દીઠો તવ બંધવ બારિ; કહે વચન તે જોઈ લાગ, ‘ભલે પધાર્યા માહરુ ભાગ્ય.’
મન જાણી બંધવનો કાલ, કપટપણે રલીઆઅત બાલ; સહી બાંહ બેસાર્યો ઢોલિ, ‘કરિ આવું સ્વામી અંઘોલ.’
૧. મોડેથી. ૨. ગુફા. ૩. ખખડાવી. ૪. બારણે. ૫. પક્ડીને. ૬. હાથ. ૭. પલંગ પર. ૮. સ્નાન.
Jain Education International
For Personal & Private Use Only
ભીમ (શ્રાવક) કૃત
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
૪૯
૫૦
www.jainelibrary.org