________________
530
નગર બાહિર જવ કુંઅર ગયો, તવ દિનકર આથમતો થયો; સોધે સર્વ સંધ્યાને સમે, નગર બાહરે સેનાપતિ ભમે.
ચોરતણો નવિ જાણ્યો વાસ, તવ તેણે થાનકે થયો નિરાસ; મન ચિંતે ‘મુઝ જીત્યું ફોક, વ્યાહણે ઈહાં સ્યું ક[હે]સે લોક?'.
પ્રથમ પ્રહર જવ રયણી ગઈ, કુંઅરને મન ચિંતા થઈ; ‘રૂં બેઠો? હવે સોધુ ગામ, લોકમાહિ નીગમિઉ નામ’.
તો પાછો વલીઓ કુમાર, નગર પોલ દીધી તેણિવાર; નલિ નવી છિંડું દીસે કિસ્સું, વલી વીર વિમાસે ઈસ્યું.
હાઃ
તવ કુંઅર મન ચિંતવી, લાકડ મેલે ભાર; પંખેરી ચહ સજ કરી, ધિગ -થિગ મુઝ અવતાર.
વનિ વેશ્વાનર સોઘવા, ચાલ્યો સાહસવંત; તવ મારગિ કપટી મિલ્યો, અંધારે એકંત.
કંઠિ કાંઠલા અતિ ઘણા, પહિર્યો ભગુવો વેસ; તવ યોગી દેખી કરી, કુંઅર કરે આદેશ.
‘કહો બાલા! કેણે કારણે, રાતિ ભમો આરામ?; કુૐ ચિંતેઈ એકલો, તેહ કહો અમ કામ?’.
અગડદત્ત વલતુ વદે, ‘મુઝ દારિદ્રી નામ; દિવસે અન્ન ન પામીઓ, રાતિ ભયૂ આરામ’.
તો તે કપટી બોલીઓ, ‘જો મુઝ આવે સાથિ; નગરમાંહિથી તુઝ દેઉં, હું અતિ બુહલી આથિ.
૧. ચિંતા. ૨. ઘરેણાં. ૩. ધન, વૈભવ.
Jain Education International
For Personal & Private Use Only
ભીમ (શ્રાવક) કૃત
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
www.jainelibrary.org