________________
અગડદત્ત રાસ
529
કહે કુમર “જો સેન્યા લેઉ, તો મારું માટીપણુ કહુ?; જોતા આહાં તસ્કર આવસ્ય, પરમેશ્વર કરસ્ય તેહસ્ય.' નમી ભૂપ તવ ચાલ્યો બાલ, સાથે હાથિ કર્યો કરવાલ; ચોરતણો તે ચિંતન કરે, નિશિ અંધારી દહદિશી ફિરે. પહેલે દિન સોધ્યા બેવટા, ચર “ચાચર સરસા ચુવટા; સોધે દેહરા ને પોશાલ, પંડિત સવિ સોધી નેસાલ. થાક્યો ભાગ્યો સંધ્યા પડી, મન ચિંતે “જાસ્ય આખડી; આજ સૂઉં દિન બહુલા છઈ, વરિ વ્યાહણે જાણીચે પછે'. તિથિ ષષ્ટિ સોહે સોમવાર, કુંઅર મનિ ચિંતા અપાર; જૂ રમવાના જોઉં ઠામ, ઊઠો વીર મનિ ઘાલી હામ. જૂઆરીનર દીઠા જેહ, ચિન્હ ચોરના ન હુએ એહ; મન ચિંતે મોટો ઉપાય, અગડદત્ત વેશ્યાઘરે જાઈ. તેણે નગે વેશ્યા-ઘર બહુ, એક-એક પઈ ચડતી સહુ; દેખી કુમર કામાતુર થયો, વેશ્યાને ઘેર વાસો રહ્યો. દિન ત્રીજે ચહુટાની વાટ, સેરી સરસાં સોધ્યા હાટ; ચોથે દિન ચંચલ મ હોય, ચોરતણી સુદ્ધિ ન કહે કોઈ. કૃમિ વોલી સાત રાતિ, ચોરતણી નવિ જાણી જાતિ; ભણે કુમર “હવે શીપરિ કરુ?, મારુ ડીલ અછે પરહર”. તું મન ચિંતે અગડકુમાર, “નગર બાહિર જોઉ એકવાર; વન અંધારુ છે એક સાર”, લોકમાહિ થઓ હાહાકાર.
૧. ચોગાન. ૨. ચાર વાટ=રસ્તા. ૩. નિયમ=પ્રતિજ્ઞા. ૪. સ્થાને. ૫. થી. ૬. બાતમી, ખબર. ૭. શરીર. ૮. ત્યાગ કરુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org