________________
528
ભીમ (શ્રાવક) કૃત
તૃતીય ખંડ
દૂહીઃ
રાજા હિયડે ચિંતવે, “ઈણે મશિ મરે કુમાર; રાંતણે ઘરિ કિમ રહે?, રત્ન અમૂલિક સાર’. તવ મહાજન મન ચિંતવે, “આપણે કીધું એહ; તે હત્યા કિમ છૂટયૂ?, જે નર બલસ્પે એહ'. હાહાકાર કરે ઘણુ, શ્રાવક અતિહિ સુજાણ; બુધિવંત હુઈ વાણીઆ, પણિ આજ થયા અજાણ. જાણત આપણ એવડુ, એ નર કરસેં ઈમ; તો સહુ નાવત નૃપ [કીન્હ, કહો કરીસે કેમ?. માત મોઈ તે ઘનતણી, ચોરે લીધુ બાપ; આ અનરથ હુઓ ઘણ, લાગુ ભણે સહુ પાપ. એક કંથુઆ કારણે, કીજે કોડિ ઉપાય; તો આપણ કિમ જોઈમ્યું?, એહ બલતો રાય.” એક ભણે “વરિ આપીઈ, જેહની ચોરી જેહ;
પુણ્યથકી ધન પાકિસ્યું, ઉગારીને એહ.” ચોપાઈઃ
નૃપ પ્રતે શ્રાવક કહે વચન, “સ્વામી! મરત્યે પુરુષ-રતન્તઃ જોઉ ચોર જોવરાવું બહુ', મહાજન મિલીઓ બોલે સ. એહને મરવાનુ છે કોડ, પણિ તુમ લાગ મોટી ખોડિ'; એ વાત ખોટી મહારાજ!, બર બકરે નવિ સીઝે કાજ'. કહે રાજા “મયગલ લિઓ સાર, પાલા પાયકને અસવાર; ચડો કટક સોધાવો વાટ, ઠામ-ઠામના રુંધો ઘાટ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org