________________
અગડદત્ત રાસા
527
“સાત રાત્રે મુઝ આપો રાઉ!, નિશિ જોઉ તસ્કરનો ઠાલ; અણલ્યા દિન વોલે આઠ, તો હું નિચ્ચે ખાઉ કાઠ'. અગડદત્ત પ્રતિજ્ઞા કરે, માત-તાત ગરઢા પરિહરે; જે નર માંડે નારી-વ્યાપ, નવિ ત્યાગું તો તે મુઝ પાપ. ગુરુના જેહ ન પાલે વાચ, સપનંતર નવિ બોલે સાચ; તેનૂ પાપ હુઈ મુઝ આજ, જો તસ્કર નાણુ માહારાજ!. વિદ્યા ભણી વીસારે જેહ, અવસર આવ્ય આપે છે; સ્વામી દ્રોહ તે જે નર કરે, તેનું પાપ કુમાર શર ઘરે. જે નર થાપણિ મોસો કરે, ધન -કંચણ-સોવન અપહરે; પાપ હુઈ પરનારી જેહ, નવિ મારુ તો હોય તેહ. પર્વ દિવસ જે તપ નવિ કરે, બાહિર કપટપણું આદરે; તે પાપે મુઝ લાગે પાપ, જો નવિ ટાલૂ એ સંતાપ. ક્ષત્રીસુત કરિ ખાંડુ વહે, તેહ તણે ગર્વે ગહિગહે; તે રાઉ તરણે નાશે જેહ, નવિ સારુ તો પાતિક તેહ'. કરી પ્રતિજ્ઞા ઊભો વીર, બીડૂ માંગે સાહસ ધીર;
મન ચિંતે અણબોલ્યો રહું, તો મઝને કાયર કરે સહુ. દૂહો -
પાચ ખંડ પોઢે કરી, રચિઓ એ પ્રબંધ; ભિમ ભણે ભવિયણ સુણો, તો છૂટે ભવ બંધ.
૧. રાજા. ૨. સ્થાન. ૩. સાથેનો વ્યવહાર, પ્રવૃત્તિ. ૪. ચોરી. ૫. તલવાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org