________________
526
ભીમ (શ્રાવક) કૃત
રાય માહાજન માન્યૂ બહુ, આપો પરે સંતોષિકે સહુ;
શ્રી મુખિ રાજા બોલે ઈમ, “એ રિલીઆયત થાઈ કેમ?.” દૂહા
તો તલાર પ્રતે રાજા ભણે, “ઘરે રાખો છો ચોર; ચાઈ સહુ મહાજન મલ્યુ, કરજ્યો કર્મ કઠોર'. તવ તલ્હાર વલતુ વદે, “તું નરવર! અવધારિ; ચોર નહિ કો માનવી, સિદ્ધ રૂપ સંસાર. રાતિ-દિવસ ચોકી કરુ, નવિ દેખું નર કોઈ; કહોને દેવ! હું કિમ કરું, શો અન્યા મુઝ હોઈ.” શ્રીમુખિ રાજા ઈમ કહે, “તસ્કર ત્યારે જેહ; બહુ સાહાણ સોવત્ર ઘણા, હું આખું નર તેહ.” સૂભટ સવે હેડૂ જોઈ, વચન કરે અપ્રમાણ;
કહો કિમ તસ્કર જડે?, નવિ લહિઈ “અહેઠાણ. ચોપાઈ
વલી-વલી ભૂપતિ ઈમ ભણે, “કો છે સૂભટ આજ અહ્મતણે?; જે એ તસ્કર ત્યારે આજ, તેમને આપુ અધિલૂ રાજ', તવ કુમર મનિ ચિંતે ઈસ્યું, “ઘણે જીવીઈ તે હુઈ કિસ્2; કહે એ ચોર જોઉં અહિઠાણ, કઈ હું નિશ્ચ છાંડૂ પ્રાણ”. કરી પ્રતિજ્ઞા બોલે વીર, હઈડે આણી સાહસ ઘીર; ઊભો થઈ વીનવીઓ રાઉં, “રાજન! બીડુ કરો પસાઉ'. કહે રાજા “નહી તારુ લાગ, ઠામ નહી નવિ દીસે પાગ; કુમર કરે પ્રતિજ્ઞા ઘણી, અશ્ચર્યો કાયંતી ધણી.
૧. બહુમાન આપ્યું. ૨. આનંદિત. ૩. કોટવાળ. ૪. દોષ, વાંક. ૫. નિશાની. ૬. અધું. ૭. અવસર, તક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org