________________
અગડદત્ત રાસા
525
નાઈઓ-નરબંદ-નાકર સાહ, આસુ પાસુ પોઢા માહિ; જાગો-જગુઓ ને જગમાલ, મહાદુ-ભાદુ ને ભીમસી. કડુઓ-કેહ્મ ને કર્મસી, દાદુ-દેધર તેડુ હસી; વાછઓ વિરુઉ વીકમ તેડિ, આપુ આણંદ સરસું મેડિ. હાસુ હરચંદ ને હરદાસ, જાણ ભણી તેડો જિણદાસ; માંકુ-માંડણ-આઘાલીઓ, કરણ સરસું તેડુ કીઓ. રાસો-રહિઓ ને ગજપાલ, નાથો-નરસી ને નરપાલ; તાઊઓ-તેજુ ને તેજપાલ, હરખો-હાપુ ને હરપાલ. હલક-ઠલકના લીધા નામ, સહુ આપણ પરે આવિલે તામ; મિલિઉ મહાજન ચિંતે બહુ, “એક મુખિ બોલજ્યો સહુ. તવ હાટે પાડી હડતાલ, મહાજન ચાલિઉ બાલ ગોપાલ; રાજદ્વાર જઈ કાઢી ભાખ, કુંઅને મન પેઠી ઝાંખ. કર્મ આગલિ નવિ છૂટા હજી, મહાજન આવિલ ચહુટું તજી; ઊજાઈ આવી સહુ ગામ, રખે કોઈ લીઈ મારુ નામ. ભણે મહાજન કરી જૂહાર, “અખ્તને ચોલણ અછે અપાર; જે જિહાં મુકિઉ તે તિહાં જાઈ, ઘણી વાત કહુઈ કહિવાય?. રાતે જે જિહાં સંતાઈ લોક, તે જોઈઈ તો વ્યાટાણે ફોક; અડે સ્વામી! તુહ્મને કહ્યું, નગર મધ્યે સહુ નિધન થયું. ખાત્ર ન દીસે એકું વાર, ઉપરિ નવિ ફડે ઘરબાર; તાલા દીઈ તે તિહાં રહે, જાઈ વિત્ત કોણ કહેને કહે?.”
૧. વ્યાકુળતા. ૨. ચોરનાર. ૩. વિહાણે=સવારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org