________________
અગડદત્ત રાસ
521
એહતણા ફલ ભોગવું, હજી ન આવિઓ છે;
વિદ્યા ઘણી ભણી કરી, આપણે જાણ્યું બેય’. ચોપાઈ
“સત વચન તવ દીધ કુમાર, બોલ એટલો કહિઓ નિરધાર; પંડિત પ્રતે કરી જુહાર, હય પાણિઓ થયો અસવાર. કુમર ચડિઓ ચટાની વાટ, હલા પડી સાંઝરીઆ હાટ; ઠામ-ઠામ બુબારવ “થોક, પાછું જોઈને નાસે લોક. એક ભણે “સહુ નાસો આજ, જેહને હોઈ જીવિઈ કાજ; માતો મયગલ માતા મદ ભર્યો, કામ તજી ચટે સંચર્યો. પાડે ગઢ-મઢ-પોલ-પગાર, પ્રાણીતણો કો ન લહે પાર;
સુંડાદંડ ધરે પરચંડ, જંતુશલ જાણે યમદંડ. તેણે દીઠે દોસી દડવડા, દેઈ હાટ સેરીમાં સાંચર્યા; ફોહલી આફડીઆ સોનાર, નાઠા લોક ન લાભે પાર. ઠામ-ઠામ થં નાસે સહુ, કે નાઠા કે માર્યા બહુ; જે નર ધીંગ હતા અછડ છોક, ગજ પુંઠે ઘાલૂ સઈ લોક. રાય સવાર થયો તતકાલ, સુભટ સ મ ન લાઓ વાર; જે નર હૂતા અતિ બલવંત, તે સહૂ સજ્જ કરે રેવંત. પહરિ જીણ જીવની સાર, ટાટર “ટોપ ૧૭રંગાલિ ભાર; પગિ મોજા મોટેરા વંક, કાઢી ખડગ કરે નીકલંક.
૧૯
૧. શાતા. ૨. પલાણ સજ્જ કરીને. ૩. હલ્લો થયો. ૪. સાંઝના સમયે જેમ બંધ થાય તેમ બંધ થઈ(?). ૫. ઘણો. ૬. સુંઢ. ૭. કાપડના વેપારી. ૮. દોડ્યા, ભાગ્યા. ૯. બંધ કરીને. ૧૦. સમર્થ. ૧૧. જુસ્સાદાર. ૧૨. ઘોડા. ૧૩. ચર્મ બખ્તર. ૧૪. એક પ્રકારનું બખ્તર. ૧૫. ગરદનનું રક્ષણ કરતો-ધાતુનો ટોપ. ૧૬. શિરસ્ત્રાણ, ટોપો. ૧૭. બખ્તરનો એક પ્રકાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org